Fri Apr 17 2026

Logo

આજનું રાશિફળ (04-03-26): આજે હોળી પર આ રાશિના જાતકોને થશે ધનલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-03-04 00:13:55
Author: Darshana Visaria
Article Image

મેષ: 

મેષ રાશિના જાતકો માટે હોળીનો દિવસ આનંદદાયક રહેશે. પરિવાર સાથે રંગોની મજા માણશો અને જૂના મતભેદો દૂર થશે. આર્થિક દ્રષ્ટિએ દિવસ શુભ છે, અચાનક કોઈ અટકેલા નાણાં પરત મળી શકે છે. જોકે, ઉત્સાહમાં આવીને કોઈ જોખમી કાર્ય ન કરવું. સ્વાસ્થ્ય બાબતે આંખોમાં રંગ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. આજે તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. આજે તમને માતાજીની કોઈ વાતનું ખરાબ લાગી શકે છે, પણ તમે એમને કંઈ પણ કહેવાનું ટાળશો. આજે તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થતા, તમારી ખુશીનો પાર નહીં રહે. હનુમાનજીના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી.

વૃષભ:

આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે સામાજિક મિલન-મુલાકાતનો રહેશે. મિત્રો સાથેની મુલાકાત મનને પ્રસન્ન રાખશે. વેપારમાં જો કોઈ નવી ડીલ કરવા માંગતા હોવ તો દિવસ અનુકૂળ છે. જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે છે. ખર્ચ પર થોડો કાબૂ રાખવો જરૂરી છે, નહિતર બજેટ ખોરવાઈ શકે છે. સમાજસેવાના કાર્યો સાથે સંકળાયેલા લોકોએ પોતાની છબિને લઈને આજે સાવધાની રાખવી પડશે. આજે તમારી મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે, જેનાથી તમને ભવિષ્યમાં લાભ થવાની શક્યતા છે. કોઈ પણ નવું કામ શરૂ કરતાં પહેલાં ઘરના વડીલોના આશીર્વાદ લો.

મિથુન:
 
મિથુન રાશિના જાતકો માટે હોળીનો દિવસ પ્રગતિકારક રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થશે. વિદેશથી કોઈ સારા સમાચાર મળવાની પૂરી શક્યતા છે. સંતાનો સાથે પ્રેમપૂર્વક સમય પસાર થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે, પરંતુ ખાવા-પીવામાં સંયમ રાખવો જરૂરી છે, નહિતર પેટની સમસ્યા થઈ શકે છે. પારિવારિક બિઝનેસમાં જો કોઈ સમસ્યા આવી રહી હતી તો આજે તમારે પરિવારના વડીલોની સલાહ લઈને તેનો ઉકેલ લાવવો પડશે. આજે તમારે તમારા કોઈ મિત્ર માટે પૈસાની વ્યસ્થા કરવી પડી શકે છે. પક્ષીઓને ચણ નાખવાથી માનસિક શાંતિ મળશે.

કર્ક:
 
કર્ક રાશિના જાતકો માટે દિવસ થોડો ભાવુક રહી શકે છે. કોઈ જૂની યાદો તાજી થતા મન ઉદાસ થઈ શકે છે, પરંતુ મિત્રોનો સાથ તમને હળવાશ આપશે. મિલકતને લગતા પ્રશ્નો આજે ઉકેલાઈ શકે છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે. રાજકારણમાં આગળ વધી રહેલાં જાતકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો રહેશે, પણ આસપાસના શત્રુઓથી તમારે ખાસ સાવધ રહેવું પડશે. જીવનસાથી સાથે આજે તમારે કોઈ મુદ્દે બોલાચાલી થવાની પૂરેપૂરી શક્યતા છે. માતા-પિતાના આશિર્વાદથી કોઈ નવું કામ શરૂ કરી શકો છો. શિવલિંગ પર જળાભિષેક કરવાથી અટકેલા કાર્યો પૂર્ણ થશે.

સિંહ:
 
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. તમારા નેતૃત્વ ગુણોની પ્રશંસા થશે. રાજકારણ કે સામાજિક સેવા સાથે જોડાયેલા લોકો માટે ઉત્તમ સમય છે. બિઝનેસ કરી રહેલાં જાતકોએ આજે પાર્ટનરશિપ સંબંધિત કોઈ પણ ડીલ ફાઈનલ કરતાં પહેલાં આજે ખૂબ જ ધ્યાનથી વાંચવું લખવું પડશે. વેપારીઓ વેપાર માટે કોઈ જગ્યાએ બહારગામ જશે. આજે વાણી અને વર્તન બંને પર સંયમ રાખવો પડશે, નહીં તો ગરબડ થવાની શક્યતા છે. ભાઈ-બહેનો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. નવી નોકરીની તકો મળી શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, છતાં વધુ પડતી દોડધામ ટાળવી. સૂર્ય નારાયણને જળ અર્પણ કરવું.

કન્યા:
 
કન્યા રાશિના જાતકોએ આજે વાણી પર સંયમ રાખવો પડશે. હોળીની ઉજવણીમાં કોઈ સાથે બોલાચાલી ન થાય તેનું ધ્યાન રાખવું. આર્થિક રોકાણ માટે દિવસ મધ્યમ છે. સરકારી કામોમાં થોડો વિલંબ થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે યાત્રાનો પ્લાન બની શકે છે. સ્વાસ્થ્યમાં ત્વચા સંબંધી એલર્જી થઈ શકે છે, તેથી કેમિકલ યુક્ત રંગોથી બચવું. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ શોપિંગ પર જવાની યોજના બનાવશો, પણ તમારે તમારા બજેટનું ખાસ ધ્યાન રાખવું પડશે. સંતાન તરફથી આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ગણેશજીની આરાધના કરવી.

તુલા:
 
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત રોમેન્ટિક અને ખુશનુમા રહેશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. વ્યવસાયમાં નવા ભાગીદાર મળવાની શક્યતા છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. જૂના મિત્રો સાથેની મુલાકાત યાદગાર બની રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી નહીં તો અકસ્માત થવાની શક્યતા છે. કોર્ટ કચેરી સંબંધિત બાબતમાં આજે ચૂકાદો તમારી તરફેણમાં આવી શકે છે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે.  જરૂરિયાતમંદને સફેદ વસ્ત્ર અથવા મીઠાઈનું દાન કરવું.

વૃશ્ચિક:
 
વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ વિજયી રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળશે. નોકરી કરી રહેલાં જાતકોને આજે તેમના કામમમાં સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. જો તમે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા હતા તો એના માટે આ એકદમ અનુકૂળ સમય છે, શેરબજારમાં લાભ થઈ શકે છે. વિરોધીઓ પરાજિત થશે. સ્વાસ્થ્યમાં જૂની બીમારીઓથી રાહત મળશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમે પરિવાર સાથે હસી-ખુખી સમય પસાર કરશો. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપો. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ થશે.

ધન:
 
ધન રાશિના જાતકો માટે દિવસ જ્ઞાન અને મનોરંજનનો સમન્વય રહેશે. સંતાનોની પ્રગતિ જોઈને મન હર્ષિત થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. વ્યવસાયમાં નવી યોજનાઓ ફળદાયી નીવડશે. અચાનક મુસાફરીના યોગ બની રહ્યા છે જે લાભદાયી રહેશે. ધાર્મિક પુસ્તકોના વાંચનમાં રુચિ વધશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું આયોજન કરશો. આજે મોસાળ તરફથી કોઈ આર્થિક લાભ થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પીળી વસ્તુઓનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે.

મકર:
 
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. ઘરેલું બાબતોમાં થોડો તણાવ રહી શકે છે. જમીન-મકાનના કામમાં ઉતાવળ ન કરવી. કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધુ રહેશે. માતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી. મનને શાંત રાખવા યોગ અને ધ્યાનનો સહારો લેવો પડશે. વિદ્યાર્થીઓને જો અભ્યાસમાં કોઈ સમસ્યા સતાવી રહી હતી તો આજે તેમણે એનો ઉકેલ લાવવા માટે શિક્ષકની મદદ લેવી પડશે. ભાઈ-બહેનના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. વિદેશ જઈને અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીની ઈચ્છા આજે પૂરી થઈ રહી છે. શનિદેવની ઉપાસના કરવી અને તલના તેલનો દીવો કરવો.

કુંભ:
 
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સાહસિક રહેશે. તમારા અટકેલા કામો મિત્રોની મદદથી પૂરા થશે. લેખન અને કલા ક્ષેત્રે જોડાયેલા લોકોને નવી તક મળશે. આવકના સાધનોમાં વધારો થશે. નાના ભાઈ-બહેનો સાથે પ્રેમ વધશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. આજે તમે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો, પણ તમારે આ સમયે તમારા કિંમતી માલ-સામાનનું ધ્યાન રાખવું પડશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થઈ શકે છે અને તમે એમની સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. ભગવાન શિવના મંત્ર 'ઓમ નમઃ શિવાય' નો જાપ કરવો.

મીન:

મીન રાશિના જાતકો માટે આજનો હોળીનો દિવસ જીવનમાં સુખ-સમૃદ્ધિ લઈને આવશે. આજે કુટુંબમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. આર્થિક લાભ થવાના પ્રબળ યોગ છે. તમારી વાણીથી તમે બીજાનું મન જીતી લેશો. મીઠાઈ અને ભેટ-સોગાદોની આપ-લે થશે. સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું અને વધુ પડતો ખોરાક ટાળવો, નહીં તો સ્વાસ્થ્ય કથળી શકે છે. જીવનસાથી સાથે આજે તમે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા અટકી પડેલાં કામ પૂરા થશે. સંતાનને કોઈ જવાબદારી સોંપી હશે તો તે જવાબદારીપૂર્વક એ જવાબદારી પૂરી કરશે. ગુરુદેવના આશીર્વાદ લેવા.

વધુ જુઓ...