Mon Oct 05 2026

Logo

પી. ચિદમ્બરમે દિમાગી નક્સલી અને નારાજ ફુફા ટિપ્પણી પર પલટવાર કર્યો

2026-09-09 22:04:44
Author: Chandrakant Kanoja
પી. ચિદમ્બરમે દિમાગી નક્સલી અને નારાજ ફુફા ટિપ્પણી પર પલટવાર કર્યો

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે પીએમ મોદીએ કરેલી દિમાગી નક્સલી અને નારાજ ફુફા જેવી  ટિપ્પણી પર વળતો પ્રહાર કર્યો છે.  તેમણે કહ્યું કે મને દિમાગી નક્સલી હોવા પર ગર્વ છે. તેમજ નારાજ ફુફા અંગે જણાવ્યું કે તે નિરર્થક છે. 

વડાપ્રધાન મોદીને સ્વ-ઘોષિત કવિ ગણાવ્યા 

તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન ઘણી વાર નવા શબ્દો આપે છે. જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે. તેમણે વડાપ્રધાન મોદીને સ્વ-ઘોષિત કવિ ગણાવતા કહ્યું કે તે ગુજરાતીમાં કવિતાઓ લખે છે અને  નવા શબ્દો અને સૂત્રો બનાવે  છે. 

12 વર્ષમાં લગભગ 20 થી 25 સૂત્રો બનાવ્યા 

ચિદમ્બરમના જણાવ્યા મુજબ, વડાપ્રધાને પહેલા  "અચ્છે દિન આને વાલે હૈ"  જેવા સૂત્રો રજૂ કર્યા હતા અને છેલ્લા 12 વર્ષમાં લગભગ 20 થી 25 સૂત્રો બનાવ્યા છે. તેમજ દિમાગી નક્સલી અને નારાજ ફુફા આ કડીમાં નવા શબ્દો છે. 

અસંખ્ય મીમ્સ બનાવવામાં આવ્યા 

તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનની ટિપ્પણી સોશિયલ મીડિયા પર, ખાસ કરીને જેન ઝી વચ્ચે ચર્ચાનો વિષય બની રહી છે. તેમણે દાવો કર્યો હતો કે દિમાગી નક્સલી અને નારાજ ફુફા શબ્દોની આસપાસ અસંખ્ય મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે. ચિદમ્બરમે ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તેમને દિમાગી નક્સલી હોવાનો ગર્વ છે ત્યારે તેમની પોસ્ટને 55 લાખ લાઈક્સ મળી હતી.