Fri Sep 04 2026

Logo

પાલઘરમાં ટેન્કરમાંથી ઢોળાયેલાં કેમિકલના સંપર્કમાં આવતા ત્રણ હૉસ્પિટલમાં દાખલ

2026-08-27 21:11:39
Author: Sapna Desai
પાલઘરમાં ટેન્કરમાંથી ઢોળાયેલાં કેમિકલના સંપર્કમાં આવતા ત્રણ હૉસ્પિટલમાં દાખલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
પાલઘર જિલ્લામાં ગુરુવારે સવારના ટેન્કરમાંથી રસ્તા પર ઢોળાયેલાં જોખમી કેમિકલના સંપર્કમાં આવનારા ત્રણને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. વાડા તાલુકાના ખુપરી ગામમાં આ દુઘર્ટના બની હતી અને જખમી થયેલા ત્રણેની હાલત સ્થિર છે.

વાડા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પકેટર  નાગેશ કદમે જણાવ્યું હતું કે સવારના નજીક આવેલી કંપનીથી  કેમિકલ ભરીને નીકળેલું  ટેન્કર રસ્તા પર પૂરઝડપે દોડી રહ્યું હતું ત્યારે રસ્તા પર બમ્પ આવતા ટેન્કર ઉછળ્યું હતો અને તેમાંથી કેમિકલ બહાર રસ્તા પર ઢોળાયું હતું અને તેનાથી સ્ફોટ થયો હતો.

કેમિકલ સ્ફોટ થવાથી ત્રણે લોકોએ ગૂંગણામણ, શ્ર્વાસ લેવામાં તકલીફ અને આંખમાં બળતરા થવાથી ફરિયાદ કરી હતી. તેથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસની સાથે જ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રસ્તા પર પડેલાં કેમિકલ પર માટી  નાખવામાં આવી હતી અને રસ્તાને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.  મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.