નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીને લઈને મોટુંભા થઈ રહ્યો છે. ઈસ્લામાબાદમાં તા.10 એપ્રિલના રોજ ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી બેઠક થવાની છે. પણ આ સમજૂતી પાછળ પાકિસ્તાનનો પોતાનો સ્વાર્થ છે, હકીકત એવી છે કે, આર્થિક દ્રષ્ટિએ તિજોરીનું તળીયું દેખાઈ રહ્યું છે, અમેરિકાના આશીર્વાદથી એમની ઈકો સિસ્ટમ શ્વાસ લઈ રહી છે, વર્લ્ડબેંક અને IMF પાસેથી મળેલા ફંડ દેવું વધારી રહ્યું છે,આવી સ્થિતિ વચ્ચે અમેરિકા જે કહે એ પાકિસ્તાને આંખ બંધ કરીને સ્વીકારવું પડે.
મજબૂરી નહીં, જરૂરિયાત છે
પાકિસ્તાનની હાલત ભયંકર ખરાબ છે, આર્થિક રીતે ખખડી ગયેલા દેશ પાસે ક્રૂડ ઓઈલ અને ગેસની સપ્લાય પણ ઉધારીના દોરડે બંધાયેલી છે. હવે મિડલ ઈસ્ટનો મામલો થાળે પડી ગયો તો પાકિસ્તાનની 'ભક્તિ' ફરી શરૂ થશે. આવું રોટેશન અને રોલિંગ ચાલું રહે એ માટે અંદરખાને પાકિસ્તાન અમેરિકાના ઈશારે પગલાં લે છે એવું કહેવામાં કંઈ ખોટું નથી. આ માહોલ વચ્ચે કેટલાક લોકો હવે ભારતની ભૂમિકાને લઈને ચર્ચા કરે છે. ચર્ચા એવી પણ છે કે, પાકિસ્તાન કરતા વધારે ભારતની ભૂમિકા મઘ્યસ્થીમાં હોવી જોઈએ.

ભારતની કુટનીતિ પર ચર્ચા
સવાલ એ પણ છે કે, ભારત વૈશ્વિક કુટનીતિમાં પાછળ ડગ રહ્યો છે? સમગ્ર મિડલ ઈસ્ટની સ્થિતિને લઈને થયેલા સર્વેમાંથી એ વાત સામે આવી છે કે, ભારત એવો દેશ નથી કે અમેરિકા પાસેથી કોઈ એવી ભીખ માગે. ભારતને ઘણાય દેશ એક વિશ્વશક્તિ તરીકે જુએ છે.આ વાત અમેરિકા પણ અંદરખાને જાણે છે. વર્લ્ડ ઓફ સ્ટેટસ્ટિકના સર્વેમાં પૂછાયેલા સવાલ અનુસાર, દુનિયાની અર્થવ્યવસ્થા કોના હાથમાં હોવી જોઈએ? આ સવાલના જવાબ રસપ્રદ મુદ્દાઓ જાણવા મળ્યા છે. આ માટે 19000 લોકોએ એક વોટિંગ કર્યું હતું. જેમાં અમેરિકાને 26.6% સમર્થન મળ્યું, જ્યારે ચીનને 27.2% સમર્થન મળ્યું છે, જ્યારે યુરોપિયન યુનિયનને 25.1% સમર્થન મળ્યું.
ભારતને કેટલા ટકા મત?
જ્યારે ભારતની વાત આવી ત્યારે ભારતને 19 ટકા મત મળ્યા હતા. જે અમેરિકા અને ચીન કરતા થોડા જ ઓછા છે. આ પાછળ છૂપાલેયો સંદેશ પણ રસપ્રદ છે. ભારત આર્થિક દ્રષ્ટિએ અને વૈશ્વિક તાકાતના દ્રષ્ટિકોણથી દુનિયામાં પોતાનું સ્થાન સ્થાયી કરી રહ્યો છે. નિષ્ણાંતો એવું માને છે કે, આ સર્વે માત્ર લોકપ્રિયતાના આંકડા નથી પણ બદલતા વૈશ્વિક સમીકરણના સંકેત છે. છેલ્લા એક દાયકામાં ભારતે જે રીતે પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરી છે એની નોંધ વિશ્વ સ્તરે લેવાઈ રહી છે. ભરોસાપાત્ર દેશ અને સ્થિર શક્તિના મામલે ભારતની પ્રાથમિકતા સૌથી ઉપર છે. ટૂંક સમયમાં સારી પ્રગતિ કરીને દેશની અર્થવ્યવસ્થાએ દુનિયાના દેશને ચોંકાવી દીધા છે.
આ કારણે વૈશ્વિક રોકાણકારો આકર્ષાયા
માત્ર આર્થિક વિકાસ પૂરતી જ વાત સિમિત નથી. ડિજિટલ ઈન્ફ્રા., સ્ટાર્ટઅપ, ઈકોસિસ્ટમ, ઉત્પાદન, ડિફેંન્સ સેક્ટર જેવા મહત્ત્વના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા એક અસાધારણ પગલાં સમાન છે. આના કારણે વૈશ્વિક રોકાણકારો આકર્ષાયા છે. ભારતની ફોરેન પોલીસી પણ સંતુલિત અને રણનીતિક છે. અમેરિકા સાથે ભાગીદાર હોય કે રશિયા-મધ્યપૂર્વના દેશ સાથેના સંબંધ,ભારતે ક્યારેય પોતાના હિત સામે કોઈ મુદ્દાને લઈને સમાધાન કર્યું નથી. વૈશ્વિક સ્તર પર શક્તિ સંતુલન અને સ્થિરતાની વાત ત્યારે પાકિસ્તાન અન્ય દેશની તુલનામાં યાદીમાં પણ નથી આવતો.

ભારતનો ડંકો વાગે છે
આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં એક સ્થાયી તાકાત બનવા માટે એક મજબૂત આર્થિક આધાર, ટેકનિકલ ક્ષમતા અને સૌથી વધારે ભરોસો અનિવાર્ય છે. ભારત પાસે ત્રણેય વસ્તુઓ છે. પાકિસ્તાનની સંકોચાતી અર્થવ્યવસ્થા દુનિયાના દેશ જોઈ રહ્યા છે. નિષ્ણાંતો માની રહ્યા છે કે, આવનારા વર્ષોમાં ભારતની ભૂમિકા ઘણી રીતે માન્ય રાખે છે. 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય, યુવાનોની વધતી સંખ્યા, વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતની વધતી જતી ભાગીદારી ભારતને એક અલગ ઊંચાઈએ લઈ જાય છે. અંતે ભારતની સિદ્ઘિમાં જ વધારો કરે છે. આથી બીજા દેશ સામે ભારતનો ડંકો વાગે છે.