નવી દિલ્હીઃ પહેલગાવના હુમલા બાદ સમગ્ર દેશમાં આંતકવાદ સામે આક્રોશ ચરમસીમાએ હતો. પણ દિલ્હીમાં માહોલ કંઈક અલગ હતો.સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આ વિષય પર કેટલીક અજાણી વાતો શૅર કરી છે. હુમલો થયા બાદ દિલ્હી પહોંચેલા વડા પ્રધાન મોદીએ એરપોર્ટ પર જ એક હાઈલેવલ મિટિંગનું આયોજન કરેલું. એ સમયે તેઓ સાઉદી અરેબિયાની યાત્રા પર હતા.આ યાત્રાને વચ્ચેથી અધુરી છોડીને તેઓ યુદ્ધના ધોરણે નવી દિલ્હી પહોંચ્યા હતા. નવી દિલ્હીના એરપોર્ટ પર ઊતરીને વડા પ્રધાન મોદીએ પહેલા એ વાત જાણવાનો પ્રયાસ કર્યો કે, આખરે આ હુમલા પાછળ છે કોણ? આ પછી તરત એક બેઠક બોલાવી હતી. આતંકવાદી હુમલાના દોષિતોની યુદ્ધના ધોરણે ઓળખ કરી હુમલાનો જડબાતોડ જવાબ દેવા પર ભાર મૂક્યો
યુદ્ધના ધોરણે એ આદેશ હતો
અજિત ડોભાલે એક ખાસ ડૉક્યુમેન્ટરી સિરીઝ ઑપરેશન સિંદૂરમાં આ યોજના અંગે વાત કરતા કહ્યું હતું કે, એ સમયે વડા પ્રધાન મોદી પોતાની સાઉદી અરેબિયાની મુલાકાત વચ્ચેથી છોડીને ચાલ્યા આવ્યા હતા.આ બેઠકમાં પહેલા તથ્યો અંગે મોદીએ જાણકારી મેળવી હતી.એમનો પહેલો સવાલ હતો કે, કોણ કર્યું આવું સાહસ? આ માટે જવાબદાર કોણ? એ બિલકુલ સ્પષ્ટ હોવું જોઈએ અને મારે એ જવાબ જોઈએ છે કે, હુમલો કરનાર કોણ છે? આનો જવાબ મારે તાત્કાલિક જોઈએ છે.આ હુમલા બાદ ભારતે આતંકવાદ સામે પોતાની પોલિસી અંતર્ગત સ્પષ્ટ વલણ અપનાવ્યું છે.આ અભિયાનનો મુખ્ય હેતુ પાકિસ્તાનમાં સ્થિત આતંકી અડ્ડાઓનો ખાતમો બોલાવવાનું હતું. ભારત એ સંદેશ આપવા માગતો હતો કે આતંકવાદને સમર્થન આપવું અથવા આતંકીઓની કાર્યવાહીમાં પાકિસ્તાનની અસર્મથતા એ ભારત માટે સ્વીકાર્ય નથી.
વડા પ્રધાનના કહેવાનો અર્થ
ડોભાલે જણાવ્યું કે, પહલગાવ હુમલાનો જવાબ આપવા માટે ઑપરેશન સિંદૂર શરૂ કરાયું હતું. આ અભિયાન અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી અડ્ડાઓને ટાર્ગેટ કરાયા. આશરે 88 કલાક સુધી ચાલુ રહેલા આ સૈન્ય અભિયાનનો હેતુ વિશેષ રૂપે આતંકી અડ્ડાઓનો નાશ કરવાનું હતું.આ એ જ અડ્ડાઓ હતા જેનો સીધો કે પરોક્ષ રીતે સંબંધ આતંકી હુમલા સાથે હતો. ઑપરેશન સિંદૂર બાદ પણ પાકિસ્તાન તરફથી સતત હુમલા થતા રહ્યા હતા. જેના જવાબમાં ભારતીય સૈન્યે એમને જડબાતોડ જવાબ આપ્યા હતા. બન્ને દેશ વચ્ચે થયેલા સૈન્ય ઘર્ષણમાં બન્ને પક્ષે નુકસાન તો થયું. પછી બન્ને દેશે સંઘર્ષવિરામ પર સહમતી વ્યક્ત કરી.વડા પ્રધાન મોદી જ્યારે પણ કહે છે કે, ઑપરેશન સિંદૂર યથાવત છે તો એનો અર્થ એ થયો કે, આતંક સામેની લડાઈ ત્યાં સુધી પૂરી થઈ નથી જ્યાં સુધી અંતિમ આતંકવાદીનો ખાતમો થતો નથી.