Wed Aug 19 2026

Logo

ઑપરેશન સફેદ સાગરે આપ્યું ભારતીય ઈકોનોમીમાં 215 કરોડનું યોગદાન, શૂટિંગથી અનેક સ્થાનિકો-વેપારીઓને થયો ફાયદો

2026-08-08 18:28:04
Author: Mumbai Samachar Team
Article Image

Operation Safed Sagar Netflix


મુંબઈઃ દેશના જવાનો પ્રત્યેના પ્રેમ અને સન્માનને વધારતી ફિલ્મ 'ઑપરેશન સફેદસાગર' નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થઈ ચૂકી છે.જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું ત્યારથી તે ખૂબ જ ચર્ચામાં રહી છે. રીયલ લાઈફસ્ટોરી પર આધારિત ફિલ્મના શુટિંગ પાર્ટ પણ ચર્ચામાં રહ્યા છે. વીએફએક્સ અને બીજા કેટલાક ઈફેક્ટ માટે ફિલ્મનિર્મતાએ સારી એવી મહેનત કરી છે. એક રિપોર્ટ અનુસાર નેટફ્લિકસના સીઈઓ ટેડ સારંડોસે તાજેતરમાં એવો ખુલાસ કર્યો હતો કે, આ પ્રકારના પ્રોડક્શનથી ઈન્ડિયન ઈકોનોમીને 215 કરોડ જેટલી મોટી રકમનું યોગદાન મળ્યું છે. 

800થી વધારે વેન્ડર્સ સાથે કામ
'ઑપરેશન સફેદસાગર'ના શુટિંગ દરમિયાન ટીમે 9થી વધારે સિટીમાં 800થી વધારે વેન્ડર્સ સાથે કામ કર્યું છે. સિરીઝનું શુટિંગ 115 દિવસ ચાલ્યું હતું. મોટા સ્કેલ પર શુટિંગ થવાના કારણે આ સાથે જોડાયેલા કેટલાક સ્થાનિક લોકો અને વેપારીઓને પણ સારૂ એવું કામ મળ્યું છે. પ્રોડક્શન દરમિયાન આશરે 200 સ્થાનિક કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સને રોજગારી મળી છે. આ ખૂબ મોટી અને સારી વાત છે. આ સિવાય આશરે 4000 દૈનિક ધોરણે માણસોને હાયર કરવામાં આવ્યા હતા. આ રીતે સિરિઝે  શુટિંગ દરમિયાન એક મોટા વર્ગને મોટો ફાયદો કરાવ્યો છે. હવે આ સિરીઝ માત્ર ઓટીટી ઈન્ડસ્ટ્રી પૂરતી જ સિમીત રહી નથી. મોટી સંખ્યામાં શોટ અને ઈફેક્ટ માટે વીએફએકસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માટે 49 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે, સિરીઝના વિઝ્યુઅલ્સ તૈયાર કરવામાં કેટલી મહેનત લાગી હશે.એક એક સિન પર કેટલું બારિકીથી કામ કરવામાં આવ્યું હશે. 

હિમાચલ પ્રદેશમાં શુટિંગ
કારગીલ યુદ્ધ પર આધારિત આ સિરીઝમાં ભારતીય વાયુ સેનાના પરાક્રમ, સાહસ અને ઑપરેશન જોવા મળ્યા છે. વાયુસેના માટે પણ એ સમયે કેટલો મોટો પડકાર હતો અને એ પડકાર સામે જવાનોએ પોતાની બહાદૂરી કેવી રીતે બતાવીને સાહસ ખેડ્યું એની વાર્તા છે. સિરીઝના શુટિંગ વખતે ઘણા બધા રીયલ લોકેશનને રેકોર્ડ કરવામાં આવ્યા છે.ભારતીય વાયુસેનાના ઑપરેશન કેમ્પ અને બેઝકેમ્પ ઉપર પણ પરમિશન સાથે શુટિંગ કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશના કેટલાક અનનોન પ્લેસ પર શુટિંગ કરવામાં આવ્યું છે. આ પ્રકારના લોકેશન સ્ટોરીને રીયલ બનાવવા માટે ખૂબ જ મોટું કામ કરી જાય છે. આ પહેલા 'ફાઈટર' ફિલ્મમાં પણ આટલી જ બારિકીથી કામ કરવામાં આવ્યું હતું. હવે ભારતીય વાયુ સેનાના સાહસ અને બિલદાન અંગે વધુ એક રસપ્રદ સ્ટોરી વેબસિરીઝ રૂપે જોવા મળશે. ફેન્સને ટ્રેલરથી જ સ્ટોર પસંદ પડી રહી છે.