Mon Aug 17 2026

Logo

PoJK મુદ્દે ઉમર અબ્દુલ્લાનું મોટું નિવેદન: "80 વર્ષ પહેલાં દેશના નેતાઓએ લીધેલો નિર્ણય એકદમ સાચો હતો"

2026-08-15 16:07:00
Author: Devayat Khatana
Article Image

શ્રીનગર: આજે સમગ્ર દેશમાં 80માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જમ્મુ કાશ્મીરના મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લાએ સ્વતંત્રતા દિવસના અવસરે પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના જમ્મુ કાશ્મીર (PoJK) મુદ્દે એક મોટું નિવેદન આપ્યું હતું. શ્રીનગરમાં ધ્વજવંદન બાદ તેમના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે loC ની પેલે પારની હાલત જોઈને એ વાતનો અહેસાસ થાય છે કે આજથી 80 વર્ષ પૂર્વે દેશના નેતાઓએ જે નિર્ણય લીધો હતો તે  એકદમ યોગ્ય હતો. તેમણે કહ્યું કે  જે લોકોએ "હમલાવર ખબરદાર" ના નારા લગાવ્યા હતા તેઓ યોગ્ય હતા અને તેમનું બલિદાન સંપૂર્ણપણે વાજબી હતું.

જમ્મુ અને કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસની મુખ્ય ઉજવણી દરમિયાન, ઓમર અબ્દુલ્લાએ PoJKની વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે LoCની બીજી બાજુ શું થઈ રહ્યું છે તે જોઈને દુઃખ, અફસોસ અને ઊંડી વેદના થાય છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે PoJKમાં વિરોધ પ્રદર્શનો થયા છે. આ વિરોધ પ્રદર્શનો દરમિયાન મૃત્યુ અને ઘાયલ થયાના અહેવાલો પણ આવ્યા છે.

સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે વાત કરતાં ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે જ્યારે તેઓ LoCની પારની વર્તમાન પરિસ્થિતિ જુએ છે, ત્યારે તેઓ માને છે કે લગભગ 80 વર્ષ પહેલાં ભારતીય નેતાઓ દ્વારા લેવાયેલો નિર્ણય સાચો હતો. તેમણે કહ્યું કે "હમલાવર ખબરદાર, હમ કાશ્મીરી હૈ તૈયાર"  નારા આપનારાઓ તે સમયે સાચા હતા. તેમણે એમ પણ કહ્યું કે તે સમયગાળા દરમિયાન આપવામાં આવેલા બલિદાન સંપૂર્ણપણે વાજબી હતા.