Fri May 01 2026

Logo

ક્રૂડના ભાવમાં ભડકો થશે: સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝમાં 700થી વધુ ટેન્કરો ફસાયા

2026-03-03 15:26:00
Author: Savan Zalariya
Article Image

મસ્કત: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષને કારણે પેટ્રોલીયમ વેપારને ગંભીર અસર પડી શકે છે. પર્સિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડતા સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝમાંથી શિપિંગ લગભગ બંધ થઇ ગયું છે. અહેવાલ સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ મારફતે પૂર્વ-પશ્ચિમ ક્રૂડ ઓઇલનો લગભગ 86% ટ્રાફિક અટકી ગયો છે 

મેરીટાઇમ ટ્રાફિક પર ધ્યાન રાખતી એક વેબસાઈટના ડેટા અનુસાર આ જળમાર્ગને હજુ સુધી સત્તાવાર રીતે બંધ કરવામાં આવ્યો નથી પણ તેને ગમે ત્યારે બંધ કરવામાં આવી શેક છે.

શીપીંગમાં 86%નો ઘટાડો:
અહેવાલ મુજબ 1 માર્ચે, 2.8 મિલિયન બેરલ પેટ્રોલિયમ વહન કરતા માત્ર ત્રણ ટેન્કરો સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ પાર કરી શક્યા હતાં. વર્ષ 2026માં સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝમાંથી દરરોજ સરેરાશ 19.8 મિલિયન બેરલ રહી છે, આમ યુદ્ધને કારણે શીપીંગમાં 86%નો ઘટાડો નોંધાયો છે. 2જી માર્ચના અરોજ માત્ર એક નાનું ટેન્કર અને એક નાનું કાર્ગો જહાજ મુખ્ય આ જળમાંથી પસાર થયું હતું.

અહેવાલ મુજબ ઈરાન સિવાયના અન્ય દેશોના આશરે 706 ટેન્કર જહાજો સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝની બંને બાજુએ ફસાયેલા છે, જેમાંથી 334 ક્રૂડ કેરિયર્સ, 109 ડર્ટી પ્રોડક્ટ ટેન્કર અને 263 ક્લીન પ્રોડક્ટ ટેન્કર છે, અન્ય 26 ટેન્કરો હાલ કોઈ સ્પષ્ટ ગંતવ્ય સ્થાન વિના અખાતની અંદર જ છે, ઓમાનના અખાતમાં સેંકડો જહાજો સ્થિર હાલતમાં છે. 

ક્રૂડના ભાવમાં ભડકો:
ઓઈલ માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. સાઉદી અરેબિયાની રાસ તનુરા રિફાઇનરી અને કતારના એલએનજી પ્લાન્ટ પર ઈરાનના હુમલા બાદ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં લગભગ 10% વધીને $80 પ્રતિ બેરલ થઈ ગયું, જ્યારે યુરોપિયન ગેસમના ભાવમાં 40% થી વધુનો ઉછાળો નોંધાયો.