Sun Jun 14 2026

Logo

ફિફા વર્લ્ડ કપમાં નોરા ફતેહીએ કર્યું પરફોર્મન્સ, બેલી ડાન્સ જોઈ ફેન્સ બોલ્યા- ફાયર છે!

2026-06-13 10:33:00
Author: Mayur Patel
Article Image

નોરા ફતેહીએ શુક્રવારે કેનેડામાં ફિફા ઓપનિંગ સેરેમનીમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. તેણે પરફોર્મર્સ વેજડ્રીમ અને સંજૉય સાથે ફૂટબોલ એંથમ ગાયું હતું. નોરા ફતેહીએ તેના પરફોર્મન્સનો વીડિયો ફેન્સ સાથે શેર કર્યો હતો. નોરાએ કટઆઉટ વાળો લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો અને વાળ હંમેશાની જેમ ખુલ્લા રાખ્યા હતા. નોરાનો બેલી ડાન્સ જોઈને ફેન્સ આ તો ફાયર છે તેમ બોલી ઉઠ્યા હતા.,

નોરા ફતેહીએ પોતાના દમદાર ડાન્સ અને જોશથી ભરેલા ગાયનથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને સેંકડો ડાન્સર્સે તેમની સાથે પરફોર્મ કર્યું હતું. કેનેડામાં વર્લ્ડ કપ 2026ની ઓપનિંગ સેરેમનીની શરૂઆત પરંપરાગત પોશાક પહેરેલા કલાકારોના નૃત્ય અને ડ્રમના અવાજ સાથે થઈ હતી. આ સેરેમનીની શરૂઆત કેનેડાના મૂળ નિવાસીઓ અને ત્યાંના સાંસ્કૃતિક વારસાના સન્માન સાથે કરવામાં આવી હતી, જેમાં જાણીતા મ્યુઝિશિયન વિલિયમ પ્રિન્સે દેશમાં આવેલા તમામ ફેન્સનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ઓપનિંગ સેલિબ્રેશન દરમિયાન એલેસિયા કારાએ પોતાનું હિટ ગીત "વાઈલ્ડ થિંગ્સ" ગાયું હતું. આ સાથે જ જેસી રેયેઝ અને એલિયાનાએ "ઇલ્યુમિનેટ" ગીત રજૂ કર્યું હતું, જેની સાથે ઉપર જતી ગોલ્ડન ફૂટબોલ અને લાલ-સફેદ ધુમાડાની શાનદાર ઇફેક્ટ્સે સ્ટેડિયમમાં રંગ જમાવ્યો હતો.

ટોરોન્ટોમાં જ જન્મેલી નોરા ફતેહીએ ઓફિશિયલ ફિફા એન્થમ "Siir Siir" પર ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું. આ ગીતને વેજેડ્રીમ અને સંજોય સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું છે. આ એન્થમની ખાસિયત એ છે કે તેમાં મોરોક્કન ડારિઝા, અરબી, ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષાઓને ખૂબ જ સુંદર રીતે એક લયબદ્ધ રચનામાં વણી લેવામાં આવી છે.

મેક્સિકો સિટીમાં પણ સ્ટાર્સનો જમાવડો
મેક્સિકો સિટીમાં યોજાયેલી પ્રથમ ઓપનિંગ સેરેમનીમાં શકીરા અને બર્ના બોયે પરફોર્મ કર્યું હતું. તેમણે FIFA વર્લ્ડ કપ 2026ના ઓફિશિયલ ગીત 'ડાઈ ડાઈ' (Dai Dai) પર પહેલું લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. સ્ટેજ પર પરફોર્મ કરનારા અન્ય કલાકારોમાં એલેજાન્દ્રો ફર્નાન્ડીઝ, બેલિન્ડા, ડેની ઓશન, જે બાલ્વિન, લીલા ડાઉન્સ, લોસ એન્જલસ અઝુલેસ અને માના (Maná) સામેલ હતા.

બીજી સેરેમનીમાં કોણે પરફોર્મ કર્યું?
ટોરોન્ટો, કેનેડામાં એક બીજી ઓપનિંગ સેરેમની યોજાઈ હતી, જેમાં એલેનિસ મોરિસેટ, એલેસિયા કારા, એલિયાના, જેસી રેયેઝ અને માઈકલ બુબલેએ પરફોર્મ કર્યું હતું. 2026 FIFA વર્લ્ડ કપ આ ટૂર્નામેન્ટનું અત્યાર સુધીનું સૌથી મોટું ફોર્મેટ છે, જેમાં અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં કુલ 48 ટીમો ભાગ લઈ રહી છે. આ સ્પર્ધા 19 જુલાઈએ ફાઈનલ મેચ સાથે પૂર્ણ થશે.