Tue Aug 18 2026

Logo

સેલ્ફી લેવાના ચક્કરમાં મહિલા ચાહકે અભિનેત્રી નિકિતા રાવલને કિસ કરી લીધી, જુઓ વાયરલ વીડિયો

2026-08-09 18:25:32
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ હોટ અને ગ્લેમરસ એક્ટ્રેસ નિકિતા રાવલ પોતાના આઉટફિટને કારણે ચર્ચામાં રહે છે.પણ એક્ટ્રેસ સાથે તાજેતરમાં એક ઈવેન્ટમાં એવું થયું કે, જેનાથી એ પણ ચોંકી ગઈ અને વિડિયો જોઈને ફેન્સ પણ ચોંકી ગયા હતા. રેડ કાર્પેટ ઈવેન્ટ પર એક લેડીએ તેની સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં કિસ કરી નાખી હતી, જેની કલ્પના ખૂદ એક્ટ્રેસે પણ નહીં કરી હોય. જોકે, એના પછી સિક્યોરિટી તેને ખેંચીને બાહર લઈ ગઈ હતી. પણ એક્ટ્રેસના ચહેરાના હાવભાવ પરથી એ સ્પષ્ટ જોઈ શકાયું હતું કે ખૂબ જ ડરી ગઈ હતી. 

પોઝ આપી રહી હતી ત્યારે આવી ચડી
એક રેડકાર્પેટ ઈવેન્ટમાં પહોંચેલી એક્ટ્રેસ જ્યારે કેમેરા સામે પોઝ આપી રહી હતી એ સમયે એક લેડી એની પાસે આવી અને સેલ્ફી લેવા માટે રિક્વેસ્ટ કરી હતી. એક્ટ્રેસે સ્માઈલ આપીને પોઝ આપ્યો અને ફોટો પણ ક્લિક કરાવ્યો. વાયરલ થયેલા વીડિયોમાં એ સ્પષ્ટ જોઈ શકાય છે કે, ફેને પહેલા નિકિતાના ગાલ પર કિસ કરી અને પછી અચાનક પોતાની બાજુ એક્ટ્રેસને ખેંચીને  લીપ પર કિસ કરી દીધી. આ જોઈને નિકિતા થોડા સમય માટે ખૂબ જ ચોંકી ગઈ હતી અને લેડીને પાછળ હટવા માટે ફોર્સ કરી રહી હતી. 

આમ છતા તે લેડી એક્ટ્રેસને પકડીને કિસ કરવાનો પ્રયાસ કરતી રહી હતી. થોડા સમય માટે નિકિતા અસહજ ફીલ કરવા લાગી અને આવી સ્થિતિમાંથી ઝડપથી બાહર નીકળવા માટે થોડી થોડીવારે તે સ્માઈલ પોઝ આપી રહી હતી. આખરે સિક્યોરિટી ગાર્ડ્સ આવતા તે તેની સાથે દોડી ગઈ અને સ્ટેજ પરથી નીચે ઊતરી ગઈ હતી. નિકિતાના ફિલ્મી કરિયરની વાત કરવામાં આવે તો નિકિતાએ બોલીવુડની સાથે સાઉથની ફિલ્મોમાં પણ ઘણુ સારું કામ કર્યું છે.

આવી રહી છે આ નવી ફિલ્મ
તે મૂળ મુંબઈની છે અને મોડલિંગ પણ કરી ચૂકી છે. 'બ્લેક એન્ડ વ્હાઈટ','ધ હીરો અભિમન્યુ','અમ્મા કી બોલી','ગરમ મસાલા','ક્યૂટ કમિના' જેવી ફિલ્મો કરી છે. વર્ષ 2012થી તે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ એક્ટિવ છે.એક્ટિંગ સિવાય તે કેટલાક સામાજિક મુદ્દાઓ પર કામ કરી રહી છે અને આવા સામાજિક પ્રોજેક્ટમાં પણ રસ લઈ રહી છે. 
આગામી દિવસોમાં તેની ફિલ્મ 'રોટી કપડાં ઔર રોમાંસ' આવી રહી છે. જેમાં તે અરશદ વારસી અને ચંકી પાંડે સાથે જોવા મળશે. સોશિયલ મીડિયા પર તેનો ગ્લેમરસ અંદાજ જોઈ શકાય છે. ફેન્સ કાયમ તેના આઉટફિટની ચર્ચા કરતા હોય છે. એના ઈન્સ્ટાગ્રામ પર એકથી એક ચડિયાતા પોઝમાં તેના ફોટો જોવા મળ્યા હતા. જેમાં તે ખૂબ હોટ અને ગ્લેમરસ લાગી રહી હતી.