Tue Oct 06 2026

Logo

ન્યુઝીલેન્ડની પીએમ મોદીના પ્રવાસ પૂર્વે મહત્વપૂર્ણ જાહેરાત, 57 ટકા નિકાસ ડ્યુટી-ફ્રી રહેશે

Wellington   2026-07-09 15:54:00
Author: Chandrakant Kanoja
ન્યુઝીલેન્ડની પીએમ મોદીના પ્રવાસ પૂર્વે મહત્વપૂર્ણ જાહેરાત, 57 ટકા નિકાસ ડ્યુટી-ફ્રી રહેશે

વેલિંગ્ટન: પીએમ મોદી હાલમાં ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. ત્યાંરે પીએમ મોદીની ન્યુઝીલેન્ડ મુલાકાત પૂર્વે વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં વેલિંગ્ટનથી નવી દિલ્હી સુધીની 57 ટકા નિકાસ પહેલા દિવસથી જ ડ્યુટી-ફ્રી રહેશે.

ન્યુઝીલેન્ડના વ્યવસાયોને વેગ મળશે 

આ અંગે ન્યુઝીલેન્ડના વડાપ્રધાન લક્સને એક્સ પર જણાવ્યું હતું કે ભારત સાથેનો વેપાર કરાર ન્યુઝીલેન્ડના વ્યવસાયોને વેગ આપવા માટે તૈયાર છે. ભારતમાં નિકાસ થતી તમામ ચીજોમાંથી 57 ટકા પહેલા દિવસથી જ ડ્યુટી-મુક્ત હશે. 

પીએમ મોદીની 10-11 જુલાઈના ન્યુઝીલેન્ડના પ્રવાસે 

આ જાહેરાત પીએમ મોદીની 10-11 જુલાઈના રોજ થનારી બે દિવસની ન્યુઝીલેન્ડની  પહેલા કરવામાં આવી હતી. ચાર દાયકા બાદ  ભારતીય વડાપ્રધાન દ્વારા ન્યુઝીલેન્ડની આ પ્રથમ મુલાકાત છે. 

પીએમ મોદી તેમની ન્યુઝીલેન્ડ મુલાકાત દરમિયાન ઓકલેન્ડમાં ન્યુઝીલેન્ડના વડાપ્રધાન  ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને બંને દેશો વચ્ચેના સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરશે.

વાણિજ્ય અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવાશે 

ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતનો મુખ્ય હેતુ વેપાર, વાણિજ્ય અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવાનો છે. આ ઉપરાંત પીએમ મોદી ઓકલેન્ડમાં  વ્યવસાય અને રમતગમત જગતના અગ્રણી વ્યક્તિઓ સાથે મુલાકાત કરશે અને પ્રવાસી ભારતીયોને પણ સંબોધિત કરે તેવી શક્યતા છે.