કાઠમંડુઃ નેપાળમાં આવેલા પૂરને આજે 14 દિવસ થઈ ગયાં છે, પરંતુ હજી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. રેસ્ક્યુ ઓપરેશન હજી પૂર્ણ થયું નથી. અત્યારે પણ અનેક લોકો લાપતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બાચવ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ ખાસ કરીને ત્રણ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની ટનલ પર ફોકસ કરી રહ્યાં છે. અહીં મોટી સંખ્યામાં મજૂરો ફસાયેલા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. જેમને બહાર કાઢવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.
પાઈપ દ્વારા ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો
અધિકારીઓને જણાવ્યાં પ્રમાણે, ત્રણ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની ટનલમાં 121 લોકો ફસાયેલા છે. આ લોકો જીવીત રહી શકે તે માટે પાઈપ દ્વારા ટનલ અંદર ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. નેપાળમાં આવેલા ભયાનક પૂરના કારણે દેશની 11 હાઈડલ પ્રોજેક્ટ્સને અસર થઈ છે. આ પ્રોજેક્ટ્સમાં ત્રિશૂલી પ્રોજેક્ટ 3એ અને 3બી પણ સામેલ છે. નેપાળમાં પૂર સાથે સાથે ભુસ્ખલનની પણ અનેક ઘટનાઓ બની છે. પૂર સાથે ભુસ્ખલન થયું હોવાના કારણે ભારે તારાજી સર્જાઈ હતી.
5000થી વધારે લોકો હજી પણ લાપતા
તબાહીની વાત કરવામાં આવે તો પૂરના કારણે નેપાળમાં અત્યારે સુધીમાં 1300 લોકોના મૃતદેહ મળી આવ્યાં છે. હજી પણ 5000થી વધારે લોકો લાતપા હોવાનું જાણવા મળ્યું છે. રાહત અને બચાવ કાર્યમાં લાગેલી ટીમોએ અત્યાર સુધીમાં 13000 લોકોને બચાવી લીધા છે, બાકીના લોકોને શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. જેમાં કેટલીક જગ્યાએ લાશો મળી રહી છે તો કેટલીક જગ્યાએ લોકો જીવતા પણ બહાર નીકળી રહ્યાં છે.
અત્યાર સુધીમાં 1200 ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યાં
ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે નેપાળામં ફસેયાલા 169 ભારતીયોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જ્યારે 275 ભારતીયો હજી પણ લાપતા છે. તેમાં તિબેટ ક્ષેત્રમાં 49 ભારતીયો લાપતા છે. મૃતકોની ઓળખ માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં 1200 ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યાં છે, જે કાઠમંડુની બે પ્રયોગશાળામાં જમાં કરવામાં આવ્યાં છે. ભારત દ્વારા નેપાળને સતત મદદ કરવામાં આવી રહી છે. નેપાળની આવી સ્થિતિમાં ભારે દોસ્ત બનીને સાથે આપી રહ્યું છે. અત્યારે સુધીમાં ભારતે સાત વિમાનો દ્વારા 95 ટન રાહત સામગ્ર નેપાળ પહોંચાડી છે.