Tue Oct 06 2026

Logo

નેહા કક્કડે કેમ છોડ્યો હતો ‘ઇન્ડિયન આઇડલ’ શૉ? TRPને લઈને કર્યો મોટો દાવો

2026-09-08 20:59:57
Author: Mumbai Samachar Team
નેહા કક્કડે કેમ છોડ્યો હતો ‘ઇન્ડિયન આઇડલ’ શૉ? TRPને લઈને કર્યો મોટો દાવો

મુંબઈઃ સિંગર નેહા કક્કડ ફરી એકવાર ઈન્ડિયન આઈડલના મંચથી વિદાય લઈ લીધી છે.  પોતાની નૌટંકી અને ઈમોશનલ એક્ટિંગને કારણે સતત ચર્ચામાં રહેતી સિંગરે ફરીવાર પોતાના જૂના ગ્રાઉન્ડને અલવિદા કહ્યું છે. એ વાતમાં કોઈ બેમત નથી કે, નેહાએ પોતાના અવાજના દમ પર પોતાની એક અલગ દુનિયા બનાવી છે અને એક ચાહકવર્ગ ઊભો કર્યો છે. અહીંયા વાત જ્યારે શૉ છોડવાને લઈને છે ત્યાં સુધી આ પાછળનું કારણ પણ સિંગરે પોતે જ સ્પષ્ટ કર્યું છે. એક લાંબા સમય સુધી સિંગિંગ રીયાલિટી શૉમાં જજ તરીકે રહી ચૂકેલી નેહાએ શૉથી અંતર બનાવી લીધું છે. પોતાના તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, શૉ પાછળનું ખરેખર કારણ શું છે?

ખાસ મુલાકાતમાં ખોલ્યા રાઝ

એક ખાસ મુલાકાત આપતા નેહાએ કહ્યું હતું કે, મને એ શૉથી ખૂબ જ લાગણી છે અને એ મંચ ખરેખર સારૂ છે. પણ જીવનમાં કેટલીક નવી વસ્તુઓ શોધવા માટે પણ નીકળવું જોઈએ. બસ હું પણ આ જ કરવા માગુ છું. શૉ છોડવા પાછળ મને કોઈ પ્રકારનું દબાણ ન હતું આ મારો પોતનો વ્યક્તિગત નિર્ણય હતો. નિર્ણય કર્યો એ સમયે પહેલા મે શૉના મેકર્સ સાથે વાતચીત કરી.

મેકર્સે મને કહ્યું કે, તમે હજું પણ જજ તરીકે કન્ટિન્યૂ કરી શકો છે. મારા વગરના શૉની તે કલ્પના કરી શકે એમ નથી. પણ સતત પાંચ વર્ષ સુધી જજ તરીકે રહ્યા બાદ, શૉનું એક અભિન્ન અંગ બન્યા બાદ એવો અહેસાસ થયો કે, અમુક એવી વસ્તુંઓ છે જે વારંવાર થઈ રહી છે.  મને એક ચેન્જ ગમે છે અને આ ચેન્જ મને પસંદ છે એ માટે શૉમાંથી બ્રેક લેવાનું મન બનાવી લીધું છે.

આવનારા સમયમાં હું કમબેક પણ કરી શકું. મેં શૉ છોડ્યા બાદ શૉની TRP પણ ઘટી ગઈ હતી. શૉની ફેમ પણ ઘટી ગઈ હતી. જ્યાં સુધી હું આ શૉમાં એક જજ તરીકે હતી એ સમયે શૉની ટીઆરપી ટોપ પર હતી. એવું નેહાનું માનવું છે. લોકોને એવું લાગે છે કે, શૉ સ્ક્રિપ્ટેડ છે પણ ખરેખર એવું નથી. 

નવું શું કરશે?

લોકોની અસલ જિંદગી અને એમની સાથે જોડાયેલા એના સંઘર્ષ ક્યારેય સ્ક્રિપ્ટેડ હોતા નથી. નેહા ખરેખર ખૂબ જ ઈમોશનલ છે અને સામાન્ય પરિવારમાંથી જ આવે છે. નાના શહેરમાંથી સંઘર્ષ કરીને આવતા સ્પર્ધકોની દર્દભરી સ્ટોરીને સાંભળે છે અને ઘણીવાર દિલાસો પણ આપે છે. આવા સમયે એની આંખમાંથી જે આસું નીકળે છે એ સ્વાભાવિક છે.

શૉની એકથી એક બેસ્ટ સીઝનમાં નેહા એક આઈકોન તરીકે રહી ચૂકી છે. હાલમાં તે શૉમાં નથી અને શૉની ટીઆરપી પણ પહેલા હતી એવી નથી. હવે નેહા નવું શું લઈને આવે છે એના પર ફેન્સની નજર છે. ખાસ કરીને તે ફરી પોતાના મ્યુઝિક વીડિયોમાં ફોકસ કરી શકે છે અથવો કોઈ નવો આલ્બમ લાવી શકે છે.