પ્રયાગરાજઃ મહાકુંભના મેળામાંથી વાયરલ થયેલી યુવતી મોનાલિસા ભોંસલેને કોઈ ભૂલી શકે એમ નથી. માળા વેચીને પોતાની અનોખી આંખને કારણે ચર્ચામાં આવેલી યુવતીએ ફિલ્મ સાઈન કરી અને મોડલિંગમાં પોતાનું કરિયર શરૂ કરી દીધું. સોશિયલ મીડિયાએ એમને સ્ટાર બનાવ્યા બાદ એના મેરેજના કારણે પણ ઘણા વાદ વિવાદ થયા હતા. ફિલ્મનિર્માતા સનોજ મિશ્રાએ તેને મસ્ત પ્લેટફોર્મ આપ્યું અને એક્ટિંગ માટેનું મંચ પણ આપ્યું. હવે સનોજ મિશ્રા પર કુકર્મના આરોપ લાગ્યા ત્યારે પણ મોનાલીસાએ એમનો સાથ આપ્યો હતો.
પિતા જેવા છે ફિલ્મનિર્માતા
કુકર્મના આરોપ લાગ્યા હોવા છતાં મોનાલિસા એમની પડખે ઊભી હતી. ફિલ્મનિર્માતાને એક સમયે જેલવાસ વેઠવાનો વારો આવ્યો હતો. એવું પણ રટણ કર્યું હતું કે, સનોજ એમના પિતા સમાન છે. હવે મોનાલિસાનું સ્ટેટમેન્ટ ફરી ગયું છે. ભાગીને લગ્ન કર્યા બાદ એમના સૂર સંપૂર્ણ રીતે બેસૂરા થઈ ગયા છે. સ્ક્રિનરાઈટર અને ડાયરેક્ટર સનોજ મિશ્રા પર આરોપ મૂક્યો છે અને મારપીટ કરી હોવાનું પણ કહ્યું છે. એક્ટ્રેસનો એવો પણ આરોપ છે કે, એમની સાથે ખોટો વ્યવહાર કરવામાં આવ્યો હતો. મારપીટ કરવામાં આવી હતી.
પતિ સાથે યોજી પત્રકાર પરિષદ
કોચ્ચીમાં પોતાના પતિ સાથે પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, તેઓ ધમકી આપતા હતા અને દબાણ કરી રહ્યા હતા. ધ ડાયરી ઓફ મણિપુરમાં મોનાલિસ લીડ એક્ટ્રેસ તરીકે છે. આ ફિલ્મનું શુટિંગ નેપાળ અને દહેરાદૂનમાં થયું હતું. પોતાના અનુભવને યાદ કરતા મોનાલીસાએ કહ્યું હતું કે,સનોજ મિશ્રા કોઈ સારા માણસ નથી, સેટ પર અનેકવાર તેમણે મારી સાથે ખોટો વ્યવહાર કર્યો, ખોટી રીતે મને પકડી લીધી અને મારી સાથે શારીરિક અડપલા કર્યા હતા. આવું તેમણે બેવાર મારી સાથે કરેલું છે. મેં મારા પરિવારજનોને આ વાત કરી પણ પરિવારે મારો કોઈ સાથ ન આપ્યો.

ફિલ્મમાં દસ કરોડનો ખર્ચ
ફિલ્મનિર્માતાએ મનોલીસાને કહ્યું હતું કે, આ ફિલ્મ તૈયાર કરતા કુલ 10 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. હકીકત એવી છે કે, આ ફિલ્મમાં 3 લાખ જેટલો પણ ખર્ચો થયો નથી. એ પછી સનોજ મીડિયામાં બદનામ કરી દેવાની વાત કરી રહ્યા હતા. મોનાલિસાએ એમની વર્તણૂંકને લઈને આરોપ કર્યો અને શોષણ કરવા માટે કાવતરૂ રચ્યાનો દાવો પણ કર્યો. સનોજ મિશ્રા એટલા ગંદા માણસ છે કે ફિલ્મના નામ પર તેઓ પોતાના વયથી નાની છોકરીઓ સાથે વાતચીત કરે છે. પછી એમની સાથે છેડછાડ કરે છે. ફિલ્મ આપવાના બહાને મનમાની કરાવે છે.
ગંદા કામ કરીને શોષણ કરે
ફિલ્મના નામે લાલચ આપીને ગંદુ કામ કરાવે છે અને મનમાની કરીને પોતાનું ધાર્યું કરાવી લે છે. પોલીસ ફરિયાદ અંગે જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, આવું કરવાથી તેમણે મને રોકી રાખી હતી. મારા પરિવારજનોને આવું કરતા મને અટકાવી હતી. હવે હું દેશની સરકારને અપીલ કરૂ છું કે, મારી મદદ કરે. મારા પરિવારે પણ મને છોડી દીધી છે. ફિલ્મનું શુટિંગ ખતમ થઈ ગયા બાદ મોનાલિસાની નવી વાત બહાર આવી.