Thu Apr 30 2026

Logo

વિશેષઃ મર્દાના પહેરવેશમાં છલકાતી નજાકત

2026-03-19 10:41:00
Author: Zubayda Valiani
Article Image

 

ઝુબૈદા વલિયાણી

સ્ત્રીઓના પહેરવેશમાં અવનવા ટ્રેન્ડ આવતા જ રહે છે.
- ફેશનજગતમાં બે-ત્રણ મહિને કોઈ ને કોઈ બદલાવ આવે તેના પ્રમાણે શહેરોથી માંડીને નાના કસબાના ખૂણેખૂણે ફેશન ફેલાતી હોય છે.

- વ્હાલી લાડકી પૂર્તિની વાચક બહેન-દીકરીઓ!
- જ્યારથી લેડીઝના પહેરવેશમાં પુરુષોના પહેરવેશ સમાવા લાગ્યા ત્યારથી તેમાં અવનવી ફેશન ડેવલપ થતી જ રહી છે.
- સ્ત્રીઓએ જોયું કે ફિલ્મોમાં આવતી અભિનેત્રીઓ પુરુષોની જેમ જ પેન્ટ-શર્ટ પહેરીને એક અલગ જ ઈમેજ ઊભી કરી શકતી હતી.

- એક સમયની અત્યંત પ્રખ્યાત અભિનેત્રીઓ મધુબાલાથી માંડીને આશા પારેખ જેવી સુપર સ્ટાર અભિનેત્રીઓએ પણ આ પ્રકારના પહેરવેશને ભારતીય સ્ત્રીઓમાં ખૂબ જ લોકપ્રિય બનાવ્યો ને આજે તો જાણે વર્તમાન સમયની લેડીઝ માટે તો જીન્સ, ટી-શર્ટ, શૂઝ જાણે રોજિંદી જરૂરિયાત બની ગયાં છે.

* પુરુષો પહેરે છે તે પ્રકારનાં વસ્ત્રો પહેરીને સ્ત્રી એક પ્રકારનો આત્મવિશ્વાસ વધારી શકે છે તેવું ફેશન ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા નિષ્ણાતોનું માનવું છે.
- તેમના સર્વે મુજબ સલવાર-કમીઝ કરતાં 
* જીન્સ,
* ટી-શર્ટ કે
* મૅન્સવેર ડિઝાઈનનાં વસ્ત્રોમાં સજ્જ લેડીની પર્સનાલિટી કંઈક અલગ જ પડે છે.

મૅન્સવેર
* જેકેટ, સૂટ, * શર્ટ, * હેટ જેવા કેટલાય વિકલ્પ હોય છે.
- તેમાં થોડા ફેરફાર કરીને તેને વુમન ફ્રેન્ડલી બનાવીને માર્કેટમાં મૂકવામાં આવે છે.
- હમણાં હમણાં તો ફેશન વીકની ભરમાર ચાલી રહી છે. જો કે આમ તો બારેમાસ દરેક દિવસ ફેશન વીક જેવું જ બજારનું વાતાવરણ હોય છે.

* અવનવા ફેબ્રિક્સ અને
* નિતનવી ફેશનની હરિયાળી ચારે બાજુ છવાયેલી છે.
- સ્ત્રીઓને તો એમ પણ લેટેસ્ટ ટ્રેન્ડ સાથે સંકળાવું ગમે છે.
- હાલમાં તો યુવતીઓને રફ ઍન્ડ ટફ લૂક મળે તે માટે જેન્ટ્સ વેરની ડિઝાઈન ક્રિયેટ કરવામાં આવી છે. જે નાજુક કાયાને એકદમ હોટ લૂક આપે છે.
* આ પ્રકારના કલેકશનને સ્ત્રીઓમાં લોકપ્રિય બનાવી છે.

- લાડકીની વ્હાલી વાચક બહેન-દીકરીઓ!
- 20ના દાયકામાં મોટા ખિસ્સાવાળો લાંબો કોટ ઘણો લોકપ્રિય બન્યો હતો.
* વિન્ટર કલેકશન માટે આવા કોટ પહેલી પસંદગી બને છે.
* કોટમાં મુકાતાના મોટા બટન અને કમર પરનો મોટો પટ્ટો કોટની ભવ્યતામાં ઉમેરો કરે છે.

- આગળ કહ્યું તેમ પુરુષો પહેરે છે તે પ્રકારનાં વસ્ત્રો પહેરીને સ્ત્રી એક પ્રકારનો આત્મવિશ્વાસ વધારી શકે છે તેવું ફૅશન ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા નિષ્ણાતોનું માનવું હોવાનું આ લખનારને એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે.
*  *  *
તોલમોલ કે બોલ

- મનહરલાલે એની પાડોશમાં રહેતા સોમુને પૂછ્યું:
* ‘દોસ્ત, સોમુ! તું કોઈ કાળી અને કદરૂપી સ્ત્રી સાથે કદી પ્રેમ કરે ખરો...?’
- ‘કદી નહીં...!’
* એકદમ કાળી ઢોલ જેવી સ્ત્રી સાથે પ્રેમ કરે ખરો...?’
- હરગિઝ નહીં...!
* ‘તો પછી દોસ્ત! તું મારી પત્ની સાથે પ્રેમમાં કેમ પડ્યો છે...?’