ન્યુયોર્ક: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 81માં સત્ર દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો વચ્ચે મુલાકાત થઇ હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અને પ્રાદેશિક મુદ્દાઓ પર સંકલન મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકરે 100 ટકા ટેરિફનો મુદ્દો ઉઠાવ્યો હતો.
આ બેઠક બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે 'X' પર જણાવ્યું હતું કે તેમણે અમેરિકાના વિદેશ મંત્રી 'સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ' (SRIA) અંગે ભારતના હિતો અને ચિંતાઓનો પુનરોચ્ચાર કર્યો હતો.
100 ટકા સુધી ટેરિફ લાદવાનો પ્રસ્તાવ
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં પ્રસ્તાવિત SRIA (એસઆરઆઈએ)માં રશિયા અને ઈરાન સંબંધિત બાબતો પર કડક આર્થિક પગલાં લાદવાની જોગવાઈઓનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર આ ખરડામાં રશિયન તેલ અને ગેસના મુખ્ય ખરીદદારો પર 100 ટકા સુધી ટેરિફ લાદવાનો પ્રસ્તાવ પણ છે.
માર્કો રુબિયો સમક્ષ ભારતનું વલણ અને ચિંતાઓ રજૂ કરી
જોકે, ભારતે રશિયા સાથેના તેના ઊર્જા અને સંરક્ષણ સંબંધોના સંદર્ભમાં લાંબા સમયથી પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપી છે. આ જ સંદર્ભમાં એસ. જયશંકરે માર્કો રુબિયો સમક્ષ ભારતનું વલણ અને ચિંતાઓ રજૂ કરી હતી.