Tue Jun 23 2026

Logo

રેફરી તકરાર કરતા રહ્યા, ખેલાડીએ તેમની નીચે પડેલી ઘડિયાળ પહેરીને ચાલતી પકડી!

Santa Clara   2026-06-22 16:04:31
Author: Ajay Motiwala
Article Image

સૅન્ટા ક્લેરા: શનિવારે ફિફા (Fifa) વર્લ્ડ કપમાં પારાગ્વેએ તૂર્કી સામે 1-0થી જે મૅચ જીતી એમાં ગોલ્ડન ગોલ કરનાર પારાગ્વેના મૅટિયાસ ગાલાર્ઝા (Galarza)એ ગજબની હરકત કરી.

65મી સેકન્ડમાં આ ટૂર્નામેન્ટનો ફાસ્ટેસ્ટ ગોલ તેણે કર્યો હતો, પણ થોડીવાર બાદ તેણે જે કર્યું એ ખુદ તેના ઉપરાંત તેની ટીમ માટે પણ શરમજનક કહેવાય.

એક તબક્કે રેફરીની જ્યારે ખેલાડીઓ સાથે તકરાર ચાલુ હતી એ દરમ્યાન રેફરીની નીચે પડી ગયેલી ઘડિયાળ ગાલાર્ઝાએ ઊંચકીને પહેરી લીધી હતી અને ચાલતી પકડી હતી.

મેદાન પરના ખેલાડીઓ આ જોતા રહ્યા હતા. મોટા ભાગના પ્રેક્ષકોએ પણ આ જોયું હશે અને કરોડો ટીવી દર્શકો પણ આ હરકતથી ચોંકી ગયા હશે. જોકે અહીં ખાસ જણાવવાનું કે ગાલાર્ઝાએ રેફરીને એ ઘડિયાળ પાછી આપી કે નહીં એ તો જાણવા નથી મળ્યું, પરંતુ મૅચને અંતે રેફરીના હાથ પર વૉચ જરૂર હતી.