Mon Oct 05 2026

Logo

આગામી 55 દિવસ માટે મંગળ અને ગુરુની યુતિ! ચાર રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-09-24 17:03:33
Author: Darshana Visaria
આગામી 55 દિવસ માટે મંગળ અને ગુરુની યુતિ! ચાર રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

ChatGPT Image


જ્યોતિષશાસ્ત્રમાં સાહસ, પરાક્રમ, ઉર્જા અને ભૂમિના કારક ગણાતા મંગળ દેવે 18મી સપ્ટેમ્બર, 2026ના રોજ પોતાની નીચ રાશિ એટલે કે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. મંગળ દેવ આગામી 12મી નવેમ્બર, 2026 સુધી એટલે કે અંદાજે 55 દિવસ સુધી આ રાશિમાં ભ્રમણ કરશે. વિશેષ બાબત એ છે કે કર્ક રાશિમાં પહેલાંથી જ દેવગુરુ ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજમાન છે, જેઓ 31મી ઓક્ટોબર સુધી મંગળ સાથે યુતિમાં રહેશે.

જ્યોતિષીય ગણતરી મુજબ, ઉચ્ચના ગુરુ સાથે નીચ રાશિમાં બિરાજમાન મંગળની આ યુતિથી અત્યંત શુભ અને પ્રભાવશાળી 'નીચભંગ રાજયોગ'નું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગ મંગળની નબળાઈને દૂર કરી તેને અતિ બળવાન બનાવે છે. પરિણામે, આ 55 દિવસ 4 ચોક્કસ રાશિઓ માટે ભાગ્યોદય સમાન સાબિત થશે. ચાલો જોઈએ કઈ છે આ ચાર ભાગ્યશાળી રાશિઓ... 

વૃષભઃ

વૃષભ રાશિ માટે મંગળ ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ સ્થિતિ વૈવાહિક જીવન અને વ્યવસાયમાં ઉત્તમ પરિણામો લાવશે. બિઝનેસ પાર્ટનરશિપ અને નવા સંપર્કોથી અણધાર્યા નફાની તકો સર્જાશે. નોકરિયાતોને કાર્યસ્થળ પર પ્રમોશન કે ઇચ્છિત સ્થળે બદલી મળી શકે છે. ભાઈ-બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમારી વાતચીત શૈલી પ્રભાવશાળી બનશે. એમએનસી (MNC) કંપનીઓમાં કામ કરતા કે વિદેશ જવા ઇચ્છતા જાતકો માટે સુવર્ણ તકો ઉભી થશે.

કન્યા:

કન્યા રાશિના જાતકો માટે મંગળ અગિયારમા એટલે કે લાભ ભાવમાં ગોચર કરશે. આ ગોચર તમારા માટે અત્યંત ફળદાયી રહેશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. અટવાયેલા પૈસા અચાનક પાછા મળશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. વેપારીઓને નવા મોટા ઓર્ડર અને ક્લાયન્ટ્સ મળવાથી બિઝનેસનો ઝડપી વિસ્તાર થશે. મિત્રોનો મહત્વનો સહયોગ મળશે. માત્ર કાર્યક્ષેત્રમાં અહંકાર રાખવાનું ટાળવું સલાહભર્યું છે.

ધનઃ

ધન રાશિ માટે મંગળ આઠમા ભાવમાં ગોચર કરશે. પ્રેમ સંબંધોમાં રહેલા મતભેદો દૂર થશે અને સંબંધો મજબૂત બનશે. ઉચ્ચ શિક્ષણ કે વિદેશમાં ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે સંજોગો સાનુકૂળ બનશે. રિસર્ચ અને સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળશે. જોકે, આઠમા ભાવના પ્રભાવને લીધે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અને ઉતાવળમાં નાણાકીય નિર્ણયો લેવાથી બચવું જરૂરી છે.

કુંભઃ

કુંભ રાશિ માટે મંગળ છઠ્ઠા ભાવમાં ગોચર કરશે, જેને શત્રુ અને રોગનો ભાવ માનવામાં આવે છે. આ ગોચરથી વિરોધીઓ તમારા પર હાવી થઈ શકશે નહીં. ઓનલાઇન વેપાર, ટ્રેડિંગ અને ટ્રાવેલ સેક્ટર સાથે સંકળાયેલા લોકોને બંપર સફળતા મળશે. જૂના દેવા અને લોનની ચિંતામાંથી મોટી રાહત મળશે. કોર્ટ-કચેરી કે કાનૂની વિવાદોમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળ પરિણામ મળશે.