બિષ્ણુપુરઃ મણિપુરમાં ફરી એકવાર હિંસા ભડકી હોવાનં પ્રકાશમાં આવ્યું છે. મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં ભારતીય સેના અને ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ હિંસા બાદ ભારતીય સેના, સીઆરપીએફ અને રાજ્ય પોલીસ દ્વાર આ ઉગ્રવાદીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. આ અથડામણ દરમિયાન સતત 30 મિનિટ સુધી ફાયરિગ થયું હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે.
ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું
વધારે વિગતે વાત કરવામાં આવે તો, રાત્રે 11:40 વાગ્યાની આસપાસ કેટલાક કુકી ઉગ્રવાદીઓ હથિયાર સાથે આવ્યાં અને ભારતીય સેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ ભારતીય સેના દ્વારા પણ જવાબી કાર્યવાહીમાં ફયરિંગ કરવામાં આવ્યો હતું. બિષ્મુપુરના ગોતાલ વિસ્તારમાં ભારતીય સેના અને કુકી ઉગ્રવાદીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. આ બાદ હવે આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાને રાખતા આસપાસના વિસ્તારમાં બંદોબસ્ત વધારીને સૈના તૈનાત કરી દેવામાં આવી છે.
On 25 March 2026, at approximately 11:40 PM, suspected armed Kuki militants opened fire in the general area of Phouljang/Gothol, directing their fire towards an Indian Army post in Phougakchao Awang Leikai.
— Manipur Police (@manipur_police) March 26, 2026
The Indian Army and the Central Reserve Police Force (58th Battalion),…
અફવાઓ ના ફેલાવવા નાગરિકોને અપીલ કરવામાં આવી
આ સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, કોઈ પણ પ્રકારની અફવાઓ દૂર રહો! મણિપુર રાજ્યમાં છેલ્લા કેટલાય વર્ષોથી હિંસા ભડકેલી છે. ભારતીય સેના હિંસાને શાંત કરવા માટે સતત પ્રયત્ન કરી રહી છે, પરંતુ ઉગ્રવાદીઓ આવીને હિંસાને વધારે ભડકાવી જાય છે. મણિપુરમાં ખાસ કરીને મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે હિંસા વધારે ઉગ્ર બની રહી છે.
મણિપુર પોલીસના જણાવ્યા પ્રમાણે આજે સવારથી જ ભારતીય સેના, CRPF, મણિપુર પોલીસ અને ભારતીય રિઝર્વ બટાલિયને સંયુક્ત રીતે સર્ચ ઓપરશેન શરૂ કરી દીધું છે. જે વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યો હતો, તે વિસ્તારમાં અત્યારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સ્થિતિને કાબૂમાં રાખવા માટે આ વિસ્તારમાં એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.