90ના દાયકાની સુપર ગ્લેમરસ બોલીવૂડ એક્ટ્રેસ મમતા કુલકર્ણી ફરી એકવાર ટોક ઓફ ધ ટાઉન બની છે અને એનું કારણ છે મમતાએ ગોવામાં તેની ફ્રેન્ડ્સ સાથે કરેલી મસ્તી અને તેનો ગ્લેમરસ અવતાર. અહીંયા તમારી જાણકારી માટે 2025માં યોજાયેલા મહાકુંભ દરમિયાન જ્યારે તે વર્ષો પછી ભારત પરત ફરી હતી, ત્યારે તેને સાધ્વીના વેશમાં જોઈને ફેન્સ દંગ રહી ગયા હતા. પરંતુ હવે ગોવા ટ્રિપની તેના લેટેસ્ટ ફોટો અને વીડિયોએ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડી છે. ચાલો તમને જણાવીએ આખી ઈનસાઈડ સ્ટોરી...
બોલીવૂડ એક્ટ્રેસ મમતા કુલકર્ણીએ મહાકુંભ દરમિયાન દાવો કર્યો હતો કે તે હવે આધ્યાત્મિકતાના માર્ગે ચાલી નીકળી છે અને સાધ્વી જેવું જીવન જીવવા માંગે છે. પરંતુ તાજેતરમાં તે પોતાની 'ગર્લ ગેંગ' સાથે ગોવામાં રજાઓ માણતી જોવા મળી છે, જ્યાં તેનો અંદાજ સાધ્વી જેવો નહીં પણ જૂની ગ્લેમરસ મમતા જેવો છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયોમાં તે તેની ફ્રેન્ડ્સ સાથે મસ્તી કરતી અને વીડિયો શૂટ કરતી જોવા મળે છે. મમતા કુલકર્ણીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોતાની આ ગોવા જર્નીની ઝલક પણ શેર કરી છે આ સિવાય મમતાનો જાણીતા કૂકિંગ શો લાફ્ટર શેફ્સના સેટ પરનો છે. રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો મમતા કુલકર્ણી ટીવી શો 'લાફ્ટર શેફ' માં ગેસ્ટ તરીકે જોવા મળી હતી, જે તેના ગ્લેમર વર્લ્ડમાં પરત ફરવાના સંકેત આપે છે.
સોશિયલ મીડિયા પર મમતા કુલકર્ણીનો આ ગ્લેમરસ અવતાર વાઈરલ થતાં જ નેટિઝન્સની મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહ્યા છે. મમતાના આ અચાનક બદલાયેલા અંદાજને જોઈને નેટિઝન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે મમતાના આ લૂક પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ તો નકલી સાધ્વી નીકળી. જ્યારે બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે બેક ટુ ટ્રેક (ફરી જૂના રસ્તે).
વાત કરીએ એક્ટ્રેસ મમતા કુલકર્ણીના ફિલ્મી કરિયર વિશે તો મમતા કુલકર્ણી પોતાના જમાનામાં 'કરણ અર્જુન' અને 'બાઝી' જેવી હિટ ફિલ્મો માટે જાણીતી હતી, પરંતુ ડ્રગ્સ કેસ અને અન્ડરવર્લ્ડ સાથેના કનેક્શનના વિવાદોને કારણે તે લાંબો સમય ઈન્ડસ્ટ્રીથી દૂર રહી હતી. બાદમાં અધ્યાત્મના પંથે ચાલી નીકળતા મમતા કુલકર્ણી ફરી ેક વખત ચર્ચારનું કારણ બન્યા હતા.