Wed Aug 19 2026

Logo

ધકધક ગર્લ માધુરી દીક્ષિતે કરોડોમાં વેચી મુંબઈની પ્રોપર્ટી, મળ્યું અધધધ રિટર્ન...

2026-08-04 21:12:44
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડની 'ધક ધક ગર્લ' માધુરી દીક્ષિત ફરી એકવાર પોતાની કરોડો રૂપિયાની રિયલ એસ્ટેટ ડીલને કારણે ચર્ચામાં આવી છે. મળતી માહિતી મુજબ ધકધક ગર્લ માધુરી દીક્ષિતે મુંબઈના પોશ વિસ્તાર અંધેરી વેસ્ટમાં આવેલી પોતાની એક આલીશાન કોમર્શિયલ ઓફિસ કરોડો રૂપિયામાં વેચી દીધી છે. ખાસ વાત એ છે કે આ પ્રોપર્ટીમાંથી તેમને આશરે અઢાર વર્ષ બાદ જબરદસ્ત વળતર મળ્યું છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી વિસ્તારથી...

પ્રોપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજોના ડેટા અનુસાર, માધુરી દીક્ષિતે મુંબઈના અંધેરી વેસ્ટમાં આવેલો પોતાનો કોમર્શિયલ ઓફિસ સ્પેસ 4.85 કરોડ રૂપિયામાં વેચી દીધી છે. આ ઓફિસ સ્પેસ 'ફ્રેમ્સ પ્રોડક્શન કંપની પ્રાઈવેટ લિમિટેડ' દ્વારા ખરીદવામાં આવ્યો છે અને આ સોદાનું રજિસ્ટ્રેશન 23મી જૂન, 2026ના રોજ થયું હતું.

રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર માધુરીએ 14મી મે, 2008ના રોજ આ ઓફિસ માત્ર 52.5 લાખ રૂપિયામાં ખરીદી હતી. વર્તમાન કિંમતના હિસાબે આ પ્રોપર્ટીના મૂલ્યમાં લગભગ 824 ટકા એટલે કે આશરે 9 ગણો જંગી વધારો થયો છે. 

અંધેરી વેસ્ટમાં લિંક રોડ પાસે ઓશિવારા ખાતે સ્થિત 'મૌર્યા લેન્ડમાર્ક-II પ્રેમાઇસિસ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ' બિલ્ડિંગના ચોથા માળે આ ઓફિસ આવેલી છે. આ ઓફિસનો કાર્પેટ એરિયા 1,594.24 સ્ક્વેર ફીટ છે. આ ડીલ પર 29.10 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી હતી અને તેમાં 3 કાર પાર્કિંગ સ્પેસ પણ સામેલ છે.

અંધેરીની પ્રોપર્ટી વેચવા ઉપરાંત, માધુરી દીક્ષિતે માર્ચ, 2026માં મુંબઈના લોઅર પરેલમાં આવેલા 'વન લોઢા પ્લેસ' માં 731 સ્ક્વેર ફીટનો કોમર્શિયલ ઓફિસ સ્પેસ પાંચ વર્ષ માટે લીઝ પર એટલે કે ભાડા પર લીધી છે. આ સ્પેસનું કુલ ભાડું 2.81 કરોડ રૂપિયા છે અને પ્રથમ વર્ષનું માસિક ભાડું 4.25 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.