Tue Aug 25 2026

Logo

ફિફા વર્લ્ડ કપ પછી મેસી રિટાયરમેન્ટ લેશે? સોશ્યલ મીડિયા શૅર કરી ઇમોશનલ પોસ્ટ

New York   2026-07-19 18:19:19
Author: Ajay Motiwala
ફિફા વર્લ્ડ કપ પછી મેસી રિટાયરમેન્ટ લેશે? સોશ્યલ મીડિયા શૅર કરી ઇમોશનલ પોસ્ટ

ન્યૂ યૉર્કઃ ફિફા વર્લ્ડ કપની સ્પેન સામેની રવિવારની ફાઇનલ પહેલાં આર્જેન્ટિનાના સુપરસ્ટાર લિયોનેલ મેસી (Messi)એ એક ઇમોશનલ પોસ્ટ (Post) શૅર કરી હતી જે વાંચ્યા પછી મોટા ભાગના લોકોને લાગ્યું હશે કે મેસી હવે આ વખતના વર્લ્ડ કપને અંતે આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી નિવૃત્તિ લઈ લેશે.

2022ના વર્લ્ડ કપમાં મેસીએ આર્જેન્ટિનાને વર્લ્ડ કપ અપાવ્યો ત્યારે જ ચર્ચા હતી કે તે હવે વિશ્વ ચૅમ્પિયન બની ગયો એટલે નિવૃત્તિ લઈ લેશે. જોકે તેણે ત્યાર બાદ રમવાનું ચાલુ રાખ્યું હતું અને 2026ના વર્લ્ડ કપમાં આગમન સાથે જ ધમાકેદાર પર્ફોર્મ કર્યું. તેણે રવિવારની ફાઇનલના ગણતરીના કલાકો પહેલાં સોશ્યલ મીડિયા પર પોતાની ટીમ માટે જે ભાવુક પોસ્ટ શૅર કરી જેમાં તેણે જણાવ્યું હતું કે `મેં જે પણ ટ્રોફીઓ મેળવી એનાથી પણ મારા માટે અનેક ગણું વિશેષ છે સાથીઓ સાથે વીતાવેલો સમય. આપણે સૌએ ભેગા મળીને જે સંઘર્ષનો સામનો કર્યો જે યાદગાર ક્ષણો માણી એ મારા માટે સૌથી મહત્ત્વની છે.'

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Leo Messi (@leomessi)

મેસીના આ સંદેશ પરથી તેના ઘણા ચાહકોનું એવું માનવું હશે કે તે આંતરરાષ્ટ્રીય ફૂટબૉલની કારકિર્દીના અંતની આડકતરી જાહેરાત કરી રહ્યો છે. મેસીએ ઇન્સ્ટાગ્રામ પર આર્જેન્ટિનાની આખી ટીમ તથા સપોર્ટ સ્ટાફ સાથેનો ગ્રૂપ-ફોટો શૅર કર્યો હતો. તેણે પોસ્ટમાં લખ્યું, `ટ્રોફીઓ કરતાં ટીમ સાથે જે સમય વીતાવ્યો એ મારા માટે વધુ  મહત્ત્વનું છે. આપણે બધાએ ભેગા મળીને મુશ્કેલીઓનો સામનો કર્યો, મુસીબતમાં એકમેકને સંભાળી લીધા અને દરેક પળની મજા માણી.'

મેસીએ સાથી ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ તથા આર્જેન્ટિનાની ટીમ માટે કામ કરનાર દરેક વ્યક્તિનો આભાર માન્યો હતો. તેના મતે સૌએ ભેગા થઈને આ ટીમને એક પરિવારની જેમ જાળવી. મેસીએ પોસ્ટમાં સ્પેન સામેની ફાઇનલ પહેલાં એવું પણ જણાવ્યું હતું કે `ફાઇનલનું પરિણામ જે પણ હોય, આપણી ટીમે એ પહેલાં જ જે ઇતિહાસ રચ્યો એ ક્યારેય નહીં ભુલાય અને ન કોઈ ટીમ આપણી આ સિદ્ધિને ભુલાવી શકશે.'