Mon Oct 05 2026

Logo

તુલામાં બુધ-શુક્રની યુતિથી રચાશે લક્ષ્મી નારાયણ યોગ! ચાર રાશિઓ માટે ખુલશે ધનલાભ

2026-09-19 17:12:15
Author: Darshana Visaria
તુલામાં બુધ-શુક્રની યુતિથી રચાશે લક્ષ્મી નારાયણ યોગ! ચાર રાશિઓ માટે ખુલશે ધનલાભ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલ અને રાશિ પરિવર્તનની સીધી અસર તમામ 12 રાશિઓ પર જોવા મળતી હોય છે. 26મી સપ્ટેમ્બર, 2026ના રોજ બુદ્ધિ અને વાણીનો કારક બુધ ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં ધન, વૈભવ અને સૌંદર્યનો કારક શુક્ર ગ્રહ પહેલેથી જ બિરાજમાન છે. તુલા રાશિમાં બુધ અને શુક્રના આ મિલનથી અત્યંત શુભ ગણાતો 'લક્ષ્મી નારાયણ યોગ' રચાવા જઈ રહ્યો છે. જ્યોતિષીય ગણતરી મુજબ, લક્ષ્મી નારાયણ યોગ વ્યક્તિના કરિયર, બિઝનેસ, ધન-સંપત્તિ અને સામાજિક પ્રતિષ્ઠા પર વ્યાપક સકારાત્મક પ્રભાવ પાડે છે. આ શક્તિશાળી યુતિ ૪ રાશિના જાતકો માટે આર્થિક પ્રગતિ અને નવી તકોના દ્વાર ખોલશે.

વૃષભઃ

વૃષભ બુધ-શુક્રની યુતિ આર્થિક મોરચે સકારાત્મક પરિણામો લાવશે. નોકરી કરતા જાતકોને કાર્યસ્થળ પર નવી અને મોટી જવાબદારીઓ સોંપાઈ શકે છે. વેપારી વર્ગ માટે નવા ગ્રાહકો જોડાશે અને વ્યવસાય વિસ્તારવાની ઉત્તમ તકો પ્રાપ્ત થશે. જોકે, આર્થિક નિર્ણયો લેતી વખતે ઉતાવળ ન કરવાની સલાહ છે.

સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો કારકિર્દી અને સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ આ ગોચર અત્યંત ફળદાયી નીવડશે. કાર્યસ્થળ પર તમારા મંતવ્યો અને સૂચનોને મહત્વ મળશે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે. નોકરી બદલવા કે નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે ઉત્તમ સમય છે. આર્થિક સ્થિતિ મજબૂત કરવાના તમારા પ્રયાસો રંગ લાવશે.

કન્યાઃ

આ યુતિ સંપત્તિ અને વ્યવસાયિક બાબતોમાં ઉત્તમ નફો અપાવશે. તમારી વાતચીતની કળા (કમ્યુનિકેશન સ્કીલ) તમારા પક્ષમાં મોટો ફાયદો કરાવી આપશે. જોબ ઈન્ટરવ્યુ, મીટિંગ્સ કે બિઝનેસ ડીલ્સમાં તમારી કુશળતા લાભદાયક સાબિત થશે. ઉચ્ચ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે, નવા વ્યાપારી સંપર્કો બનશે અને ભૂતકાળના રોકાણોમાંથી સારું વળતર મળી શકે છે.

મકરઃ

લક્ષ્મી નારાયણ યોગ મકર રાશિના લોકો માટે પદોન્નતિ અને સફળતાની નવી તકો લઈને આવશે. કાર્યક્ષેત્રમાં તમારા હોદ્દા અને માન-સન્માનમાં વધારો થવાની પ્રબળ સંભાવના છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે મહત્વના પ્રોજેક્ટ્સની તૈયારી કરતા લોકોને મહેનતનું ધાર્યું ફળ મળશે. આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે અને પરિવાર સાથે જોડાયેલી જૂની ઈચ્છાઓ પૂર્ણ થશે.