Sat May 23 2026

Logo

લદ્દાખમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ,ત્રણ અધિકારીઓનો ચમત્કારિક બચાવ

2026-05-23 20:01:34
Author: Mumbai Samachar Team
Article Image

લદ્દાખઃ લદ્દાખમાં લેહના પહાડી વિસ્તાર તાંગસ્તેમાં એક હેલિકોપ્ટરપ ક્રેશ થતા ભારતીય સૈન્યના ત્રણ અધિકારીનો ચમત્કારિક બચાવ થયો હતો. ચિતા ગ્રૂપના હેલિકોપ્ટરમાં એક લેફ્ટનન કર્નલ, એક મેજર અને એક મેજર જનરલ બેઠા હતા.આ ઘટના 20 મેના રોજ બની હતી હોવાની વાત સામે આવી રહી છે. પણ વાતની ખાતરી ત્રણ દિવસ પછી કરવામાં આવી હતી. એક એન્જિનવાળા આ હેલિકોપ્ટરને લેફ્ટનન કર્નલ અને મેજર જનરલ ફ્લાય કરી રહ્યા હતા, જ્યારે ત્રીજી ઈનફેન્ટ્રી ડિવિઝન જનરલ ઓફઇસર કમાંડિંગ મેજર જનરલ સચીન મહેતા યાત્રી તરીકે અંદર બેઠા હતા. 

ત્રણ અધિકારીઓને ઈજા પહોંચી

આ ઘટનામાં ત્રણેય અધિકારીઓને ઈજા પહોંચી છે.આ ઘટના બાદ મેજર જનરલ મહેતા અને અન્ય બે અધિકારીઓની સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે, ગંભીર રીતે ઈજા પામેલા અધિકારી પહાડી વિસ્તારમાં સેફ છે, જ્યારે હેલિકોપ્ટર ક્રેશ થઈ ચૂક્યું છે. ઓલ્ડ ચિતા હેલિકોપ્ટર ગ્રૂપ પર ફરી સુરક્ષાને લઈને સવાલ થઈ રહ્યા છે. જે રીતે ફોટોમાં હેલિકોપ્ટરની હાલત જોઈ શકાય એ પરથી કહી શકાય છે કે, આ એક ચમત્કારિક બચાવ જ છે.આ ઘટનાને લઈને વિભાગે તપાસના આદેશ આપી દીધા છે. લેહમાં બનેલી આ ઘટનાને લઈને ચિતા ગ્રૂપના હેલિકોપ્ટરે ચર્ચાને જન્મ આપ્યો છે. અધિકારીઓએ પણ સાઈટ વિઝિટ કરીને તપાસના આદેશ આપ્યા છે. 

હેલિકોપ્ટર થઈ રહ્યા છે રીપ્લેસ

પહેલીવાર 1970ના દાયકામાં પહેલીવાર સર્વિસમાં લેવામાં આવ્યું હતું. 1984માં સિયાચીનના ગ્લેશિયરમાં પાકિસ્તાનના સૈનિકો સામે લડવા માટે જે ઑપરેશન પ્લાન કરાયું હતું એમાં પણ એ હેલિકોપ્ટરે સર્વિસ આપી હતી.પણ છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલી દુર્ઘટનાઓને કારણે એ સુરક્ષાની દ્રષ્ટિએ ચર્ચામાં છે. આવી જ એક ઘટનામાં પાયલટે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. આ કાફલાને હવે ધીમે ધીમે સર્વિસમાંથી દૂર કરવામાં આવી રહ્યો છે અને તેનું સ્થાન સ્વદેશી લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર (LUH) નેવલ યુટિલિટી હેલિકોપ્ટર (LUH) દ્વારા લેવામાં આવી રહ્યું છે, જેનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા કરવામાં આવ્યું છે. સેનાએ છ LUH હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો છે, જે મહત્તમ 220 કિમી/કલાકની ગતિ, 6.5 કિમીની સર્વિસ સીલિંગ અને 350 કિમીની ઓપરેશનલ રેન્જ સુધી પહોંચવા માટે રચાયેલ છે. પાંચ સીટવાળા ચિત્તા હેલિકોપ્ટરને વિશ્વના શ્રેષ્ઠ હાઇ-એલ્ટિટ્યુડ હેલિકોપ્ટરમાંનું એક માનવામાં આવે છે.