ગાંધીનગરઃ મેઘરાજા આજે સવારથી જ કચ્છમાં સટાસટી બોલાવી રહ્યા છે. કચ્છના માંડવીમાં સવારે 8 થી 10 ના બે કલાકના સમયગાળામાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ સવારે 8 થી 10માં 25 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં કચ્છના માંડવીમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જિલ્લાના મુન્દ્રામાં 0.79 ઇંચ, ભુજમાં 0.59 ઇંચ, નખત્રાણામાં 0.39 ઇંચ, લખતપતમાં 0.35 ઇંચ, ગાંધીધામમાં 0.24 ઇંચ, અંજારમાં 0.20 ઇંચ, અબડાસામાં 0.04 ઇંચ વરસાદ વરસ્યો હતો.
આ સિવાય પોરબંદરમાં 0.24 ઇંચ, ઓખામંડળમાં 0.24 ઇંચ, સુરત શહેરમાં 0.20 ઇંચ, કોડિનારમાં 0.12 ઇંચ, જામનગર, રાણાવાવ, જાફરાબાદ, મહુવા (ભાવનગર), ઉમરેઠમાં 0.08 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથના સૂત્રાપાડા અને ઉનામાં 0.04 ઇંચ વરસાદ પડ્યો હતો.
Kutch Anjar extremely heavy rain #GujaratRains #kutchr https://t.co/d6QrFfhLQ8 pic.twitter.com/NYFbEucMDq
— Weatherman Uttam (@WesternIndiaWX) September 15, 2026
કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદ અંગે લઈ શું બોલ્યા પરેશ ગોસ્વામી
રાજ્યમાં હાલ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મુંબઈ સમાચાર સાથે વાત કરતાં જણાવ્યું,વરસાદની ઘટ ભોગવતા કચ્છમાં આ રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ અને એક-બે સ્પેલ અત્યંત ભારે વરસાદના જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં 2 થી 4 ઇંચ જેટલો સારો વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગનું પૂર્વાનુમાન
હવામાન વિભાગે સોમવારે જાહેર કરેવા પૂર્વાનુમાન મુજબ મુજબ, આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બાકીના રાજ્યના વિસ્તારોમાં 30-40 કિ.મીની ગતિએ પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે 16 થી 18 સપ્ટેમ્બર રાજ્યભરમાં ભારે વરસાદનું જોર ઘટશે, પરંતુ મોટાભાગના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા સતત ચાલુ રહેશે. 19 અને 20 સપ્ટેમ્બર સપ્તાહના અંત સુધીમાં ચોમાસાની સિસ્ટમ ધીમી પડશે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં માત્ર છૂટા છવાયા સ્થળોએ જ ગાજવીજ સાથે હળવા ઝાપટાં પડશે.
🔸કચ્છમાં વરસાદ થતા ધરતીપુત્રનો હરખ છલકાયો
— DD News Gujarati (@DDNewsGujarati) September 15, 2026
🔸મુન્દ્રા તાલુકાના વાંકી-પત્રી ગામમાં વરસાદ વરસતા ધરતીપુત્રના ચહેરા પર છવાયો ખુશીનો રંગ
🔸કાચું સોનું વરસતા ખેડૂત ખેતરમાં ઝૂમી રહ્યો હોવાનો વીડિયો વાયરલ
🔸વરસાદથી ખેતરોમાં નવજીવનની આશા જાગી, મેઘમહેરથી ખેડૂતોમાં આનંદ
🔸વાયરલ વીડિયો… pic.twitter.com/siI941wPzR