બેંગ્લુરુ: કર્ણાટક હાઇકોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવાર સંચાલિત ટ્રસ્ટની જમીન ફાળવણીની ગેરરીતિ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં બેંગ્લોર ડેવલપમેન્ટ ઓથોરિટીની જમીન ફાળવણીની તપાસ માટે હાઇકોર્ટે રચેલી વિશેષ અદાલતના આદેશને રદ કર્યો છે.
ફરિયાદીએ પોલીસ તપાસની માંગ કરી હતી
આ કેસમાં ફરિયાદીએ પોલીસ તપાસની માંગ કરી હતી. તેમણે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને ખાસ કોર્ટના પોતાના પર તપાસ શરૂ કરવાના નિર્ણયને પડકાર્યો હતો. આ કેસ બેંગ્લોર ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સિદ્ધાર્થ વિહાર ટ્રસ્ટને 8,001 ચોરસ મીટર જમીનના મોટા પ્લોટની ફાળવણી સાથે સંબંધિત છે.\
કોર્ટે પોતાની જાતે તપાસ શરૂ કરીને ભૂલ કરી
જેમાં 18 ઓગસ્ટના રોજના તેના આદેશમાં હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંડોવતા કેસમાં કોર્ટે પોતાની જાતે તપાસ શરૂ કરીને ભૂલ કરી છે. જેમાં ફરિયાદી વિજયરાઘવ મરાઠે જે 'ભ્રષ્ટાચાર મુક્ત કર્ણાટક ફોરમ'ના પ્રમુખ છે. તેમણે પોલીસ તપાસની માંગ કરતી વખતે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યું ન હતું. આમ છતાં નીચલી કોર્ટે આ મામલામાં પોતાની જાતે તપાસ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ન્યાયાધીશ એમ. નાગપ્રસન્નાએ ચુકાદો આપ્યો હતો કે, BNSSની કલમ 223 હેઠળ તપાસનો નિર્દેશ આપતા 11 ઓગસ્ટના ખાસ અદાલતના આદેશને રદ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે કેસમાં ખામી માટે ઉપાયની જરૂર છે. પરંતુ કાયદાકીય પ્રક્રિયા છોડવાની જરૂર નથી.
પ્રક્રિયાનું કડક પાલન કરીને ફરિયાદ પર આગળ વધશે
કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, સંબંધિત અદાલત ફરિયાદીને સોગંદનામામાં રહેલી ખામીઓને સુધારવાની તક આપશે અને ત્યારબાદ BNSS ની કલમ 175 હેઠળ નિર્ધારિત પ્રક્રિયાનું કડક પાલન કરીને ફરિયાદ પર આગળ વધશે. જેમાં લાગુ પડતું હોય ત્યાં તેમાં સમાવિષ્ટ સુરક્ષા પગલાંનું પાલન શામેલ છે.