બોલીવૂડની 'ક્વીન', સાંસદ અને દમદાર અભિનેત્રી કંગના રનૌત પોતાની ફિલ્મ 'ભારત ભાગ્ય વિધાતા'ને લઈને ચર્ચામાં છે. 12મી જૂન, શુક્રવારના રોજ આ ફિલ્મ આખરે થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે. આ દરમિયાન કંગનાએ સોશિયલ મીડિયા પર પોતાના એક એવા અનોખા લુકની તસવીરો શેર કરી છે, જેણે ઇન્ટરનેટ પર સન્સેશન મચાવી દીધું છે. કંગના ટ્રેડિશનલ ગુજરાતી સ્ટાઈલની સાડીમાં અત્યંત સુંદર અને રોયલ લાગી રહી છે.
ફિલ્મ 'ભારત ભાગ્ય વિધાતા'ની સત્તાવાર રિલીઝ પહેલાં કંગના રનૌત આ ફિલ્મના ગ્રાન્ડ પ્રીમિયર માટે રાજસ્થાનના ઐતિહાસિક શહેર જોધપુર પહોંચી હતી. જોધપુર પ્રવાસ દરમિયાન તેમણે શાહી ઉમ્મેદ ભવન પેલેસની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમણે મેહરાનગઢ કિલ્લા પર આવેલા સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિરમાં શીશ ઝુકાવીને ફિલ્મની સફળતા માટે આશીર્વાદ મેળવ્યા હતા.
Bharat Bhagya Vidhata premier in Jodhpur, releasing on 12th June ♥️ pic.twitter.com/kktd3Msj5L
— Kangana Ranaut (@KanganaTeam) June 11, 2026
માતાજીના દર્શન કર્યા બાદ કંગના રાતાનાડા વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ગણેશ મંદિરે પણ પૂજા-અર્ચના કરવા પહોંચી હતી. ત્યાં તેમણે દેશની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવાની સાથે-સાથે વડાપ્રધાનના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ધાયુ માટે ખાસ કામના કરી હતી, જેની રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા થઈ રહી છે.
કંગનાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ગ્રાન્ડ પ્રીમિયર લુકના ફોટોશૂટની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. ફોટોઝમાં કંગનાએ લાલ અને સફેદ રંગની અત્યંત આકર્ષક પ્રિન્ટેડ સાડી પહેરેલી છે, જેને તેણે પરંપરાગત ગુજરાતી શૈલીમાં ડ્રેપ કરી છે. આ લુકને કમ્પ્લીટ કરવા માટે કંગનાએ ગળામાં હેવી ચોકર હાર, કાનમાં મેચિંગ ઝુમકા પહેર્યા છે. જ્યારે તેના વાળમાં લગાવેલો ક્લાસિક ગજરો આ ટ્રેડિશનલ લુકને વધુ મનમોહક બનાવી રહ્યો છે.
કંગનાનો આ રોયલ ઈન્ડિયન લૂક વાઈરલ થતાં જ ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ કમેન્ટ સેક્શનમાં હાર્ટ અને ફાયર ઇમોજીસનો વરસાદ કરી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે કંગના માત્ર એક્ટિંગમાં જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને ફેશનને ગ્રેસફુલી કેરી કરવામાં પણ નંબર વન છે. 'ભારત ભાગ્ય વિધાતા'માં કંગના એક રિયલ લાઈફ સ્ટાફ નર્સના રોલમાં છે, જ્યારે પ્રમોશનમાં તેનો આ ગ્લેમરસ અંદાજ ફેન્સને ડબલ ટ્રીટ આપી રહ્યો છે.