Wed Jun 10 2026

Logo

ડૉક્ટરે કાર બેફામ ચલાવી વાહનોને અડફેટે લીધાં: છ જણ ઘવાયા

2026-02-26 19:49:52
Author: Yogesh C Patel
Article Image

થાણે: કલ્યાણમાં ડૉક્ટરે કાર આડેધડ ચલાવી રસ્તાને કિનારે પાર્ક વાહનોને અડફેટે લેતાં છ જણ ઘવાયા હતા, જેમાંથી બેને ગંભીર ઇજા થઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ બુધવારની સવારે બનેલી ઘટના વખતે ડૉ. સંજય બેન્દલે કાર ચલાવી રહ્યા હતા. પૂરપાટ દોડતી કારના સ્ટિયરિંગ પરથી ડૉક્ટરે એકાએક કાબૂ ગુમાવ્યો હતો. કાર રસ્તાને કિનારે પાર્ક વાહનો સાથે ટકરાઈ હતી.

આ ઘટનામાં છ જણ કારની અડફેટે આવી ગયા હતા, જેમાંથી બે ગંભીર રીતે ઘવાયા હતા. ખડકપાડા પોલીસે અકસ્માત પ્રકરણે ડૉક્ટરને તાબામાં લીધો હતો.

કાર એટલી જોરથી ટકરાઈ હતી કે ટુ-વ્હીલર્સને ભારે નુકસાન થયું હતું. અકસ્માતને પગલે સ્થાનિક રહેવાસીઓ મદદે દોડી આવ્યા હતા અને જખમીઓને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા, એવું અધિકારીએ જણાવ્યું હતું.

ગંભીર જખમી બે જણને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત પાછળનું કારણ જાણવા પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ પ્રકરણે ડૉક્ટર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)