Tue Oct 06 2026

Logo

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલી વધી, ઈડી કેસમાં હાઇકોર્ટનો રાહત આપવાનો ઇનકાર

2026-09-18 21:13:41
Author: Chandrakant Kanoja
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલી વધી, ઈડી કેસમાં હાઇકોર્ટનો રાહત આપવાનો ઇનકાર

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં ઝારખંડ હાઈકોર્ટે ED સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે તેમની આગળની કાર્યવાહી અટકાવવાની  અરજી ફગાવી દીધી છે.

સરકારી મંજૂરી લેવામાં નથી આવી

આ કેસમાં હેમંત સોરેને કોર્ટમાં અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે તેમની સામે કેસ આગળ વધારતા પહેલા જરૂરી સરકારી મંજૂરી લેવામાં નથી આવી.  તેમણે દલીલ કરી હતી કે આ બાબતમાં જૂના કાયદા—ખાસ કરીને CrPCની કલમ 197 હેઠળ મંજૂરી મેળવવી ફરજિયાત હતી. 

EDએ વિરોધ કરતા દલીલ કરી

તેની સામે EDએ વિરોધ કરતા દલીલ કરી હતી કે વર્તમાન કેસમાં BNSની કલમ 218 લાગુ પડે છે અને જો 120 દિવસની અંદર કોઈ નિર્ણય લેવામાં ન આવે તો મંજૂરી મળી ગઈ હોવાનું માની શકાય છે.

આ તબક્કે સમગ્ર ટ્રાયલ અટકાવવી યોગ્ય નથી

હાઈકોર્ટે જણાવ્યું હતું કે માત્ર મંજૂરીના અભાવના આધારે આ તબક્કે સમગ્ર ટ્રાયલ અટકાવવી યોગ્ય નથી. સોરેન સામેના આક્ષેપો તેમના સત્તાવાર ફરજોના પાલન દરમિયાન ઉદ્ભવ્યા હતા કે કેમ તે નક્કી કરવું અત્યારે વહેલું ગણાશે. આ પ્રશ્નના નિરાકરણ માટે ટ્રાયલ દરમિયાન સામે આવનારા દસ્તાવેજો અને પુરાવા નિર્ણાયક સાબિત થશે. અદાલતે નિષ્કર્ષ કાઢ્યો હતો કે, પ્રથમ દ્રષ્ટિએ, આ તબક્કે આ બાબતમાં આગળની કાર્યવાહી પર રોક લગાવવા માટે પૂરતા આધાર નથી.