Wed Jun 03 2026

Logo

લગ્ન તૂટ્યા બાદ કોને ડેટ કરી રહી છે જેનિફર લોપેઝ? ઈવેન્ટમાં ખુલાસો કરીને સૌને આશ્ચર્યમાં મૂક્યા!

Florida   2026-06-03 19:28:08
Author: Mumbai Samachar Team
Article Image

ફ્લોરિડાઃ અમેરિકન સિંગર એક્ટ્રેસ જેનિફર લોપેઝના જીવનમાં રોમાન્સની મૌસમ વસંત બનીને ખીલી છે. 56 વર્ષની પોપ આઈકોનના જીવનમાં વર્ષ 2025માં ત્રણ વર્ષ સુધી યથાવત રહેલો સંબંધ તૂટી ગયો હતો. બેન એફ્લેકથી અલગ થયા બાદ હવે તે અભિનેતા બ્રેટ ગોલ્ડસ્ટીન સાથે ડેટ કરી રહી છે. રિપોર્ટ અનુસાર, બન્નેની એક ફિલ્મ પણ નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થવાની છે, જેમાં ઓફિસ રોમાન્સ જોવા મળશે. આ ફિલ્મ ઓટીટી પર તા.5 જુનના રોજ સ્ટ્રિમ થઈ રહી છે. 

ઓન સ્ક્રિમ કેમેસ્ટ્રી ચોંકાવી દેશે.

આ ફિલ્મમાં લોપેઝ એક એરલાઈન્સ કંપનીની CEO તરીકે છે, બ્રેટ એમની જ કંપનીમાં કર્મચારી છે. સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર બન્ને ફિલ્મના સેટ અને શુટિંગ શેડ્યુલ સિવાય પણ સાથે જોવા મળ્યા હતા. સ્ક્રિન પર બન્ને વચ્ચેની કેમેસ્ટ્રી અને સંવાદ ફેન્સને અવશ્ય ચોંકાવી દેશે. કારણ કે આ ફિલ્મમાં એનો એક અલગ લૂક જોવા મળ્યો છે.

ફિલ્મ સિવાય પણ સાથે જોવા મળતા ફેન્સ હવે ક્યાસ લગાવી રહ્યા છે કે, ઓન સ્ક્રિન નહીં ઓફ સ્ક્રિન પર બન્નેની કેમેસ્ટ્રી આગળ વધી શકે છે, જોકે જેનિફરે બ્રેટ સાથે ડેટિંગની વાતને અફવા ગણાવી દીધી હતી.ઓફ સ્ક્રિન બન્ને વચ્ચે સારા સંબંધો વિકસી રહ્યા હોવાનું સૂત્રો જણાવે છે. આ ફિલ્મનો પ્રીમિયર શૉ પણ યોજાયો હતો, જેમાં બન્ને કલાકારો સાથે આવ્યા હતા અને સાથે એ ઈવેન્ટમાંથી રવાના થયા હતા. આ ઈવેન્ટમાં પણ એના ગ્લેમર અંદાજની ચર્ચા થઈ હતી. 

શાનદાર લાગી રહી છે લોપેઝ

ફિશટેલ ટ્યુલ ડ્રેસમાં એ શાનદાર લાગી રહી હતી. 56 વર્ષની ઉંમરે પણ આટલી ફીટ અને ફાઈન જોઈને ફેન્સ એની ફીટનેસની વાતો કરી રહ્યા છે. આ ફિલ્મથી જેનિફર અને બ્રેટ એકબીજાથી નજીક આવ્યા હોવાનું માનવામાં આવે છે. બન્ને કલાકારોએ સેટ પર સારૂ કામ કર્યું હતું.

આ સિવાય શુટિંગ શેડ્યુલ ન હોય ત્યારે પણ બન્ને એકબીજાને ડીનર અને કોફી પર ઈન્વાઈટ કરતા હતા. માત્ર જેનિફર જ નહી બ્રેટે પણ સ્પષ્ટતા કરી કે, જેનિફર સાથે કોઈ ડેટ પ્લાન ન હતી. આ સિવાય પણ જેનિફર એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ફિલ્મની વાર્તા એવી છે કે, CEO તરીકે જેનિફર પોતાના કર્મચારીઓને પ્રેમ સંબંધ ન બાંધવા પર કહે છે. લવ રિલેશનશિપ પર પ્રતિબંધ તેણે ઓફિસમાં લગાવી દીધો છે. પણ આ નિયમની સામે ઘણાય કર્મચારીઓને પડકારોનો સામનો કરવો પડે છે. આ ફિલ્મના સહનિર્માતા તરીકે પણ બ્રેટે કામ કર્યું છે. 

નવા પ્રોજેક્ટ પર સસ્પેન્સ

રિપોર્ટ અનુસાર લોપેજ અને બ્રેટ વચ્ચે ઘણી પ્રોફેશનલ રિલેશનશિપ રહી છે. બન્નેએ શુટિંગ દરમિયાન પણ એક ડિસ્ટન્સ બનાવી રાખ્યું હતું પણ શુટિંગ સિવાયના સ્થળે જોવા મળતા બન્ને વચ્ચે રિલેશનશિપની અફવા ઊડી હતી. બ્રેટ લોપેઝથી 11 વર્ષ નાનો છે. આ ફિલ્મ પહેલા બન્નેએ એકબીજા સાથે મુલાકાત કરી હોવાનું માનવામાં આવે છે. વાવડ એવા પણ છે કે, આગામી પ્રોજેક્ટમાં લોપેઝ જે કામ કરશે એમાં બ્રેટને ચાન્સ મળી શકે છે. હવે આ પ્રોજેક્ટ શું છે અને ક્યો છે એ અંગે ખાસ કોઈ વિગત સામે આવી નથી. ફિલ્મી પ્રોજેક્ટ હોવાનું હાલ તો મનાય રહ્યું છે પણ લોપેઝ માટે આ પ્રોજેક્ટ મોટો અને મહત્ત્વનો હોવાનું મનાય છે.