નવી દિલ્હી/કંડલાઃ ભારતમાં છેલ્લા કેટલાય સમયથી ગેસની અછત હોવાની અફવાઓ ફેલાઈ રહી છે. જેમાં સરકાર દ્વારા વારંવાર કહેવામાં આવ્યું છે કે, આપણી પાસે ગેસનો પૂરતો પૂરવઠો છે. તેવામાં વધુ એક જહાજ હજોરો મેટ્રિક ટન ગેસ સાથે ભારત આવ્યું છે. ભારતનું જગ વસંત નામનું એલપીજી ટેન્કર જહાજ કંડલા બંદરે પહોંચી ગયું છે. જગ વસંત એલપીજી ટેન્કર 42 હજાર મેટ્રિક ટનથી પણ વધારે ગેસ લઈને આવ્યું છે. વિશ્વમાં ગેસ અને ઈંધણની અછતના કારણે આર્થિક સ્થિતિ કપરી બની છે. જેવામાં ભારતની કૂટનીતિના કારણે વધુ એક જહાર હોર્મુઝ પાર કરીને ગુજરાતના કંડલા બંદરે આવી ગયું છે.
હજોરો મેટ્રિક ટન ગેસ સાથે એક જહાજ કંડલા પોર્ટ પર આવ્યું
મહત્વની વાત એ છે કે, આ કન્સાઇન્મેન્ટ દેશના ગેસ પુરવઠાને સ્થિર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે અને વર્તમાન પરિસ્થિતિમાં ઊર્જા ઉપલબ્ધતાને મજબૂત બનાવશે. 47 હજાર મેટ્રિક ટન ગેસ લઈને આ જહાજ ગુજરાતના કંડલા બંદરે આવ્યું છે. કંડલા પોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે આ ગેસ આજે જ મધ્ય-સમુદ્ર ટ્રાન્સફર દ્વારા ઉતારવામાં આવશે. મધ્ય-સમુદ્ર ટ્રાન્સફર મતલબ કે ગેસ સમુદ્રમાં હોય ત્યારે જહાજમાંથી બીજી સિસ્ટમ અથવા બંદર સુવિધાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જેથી સરળતાથી તેનું વિતરણ કરી શકાય. આ જહાજ ભારતમાં ગેસની ખપત પૂર્ણ કરી શકે છે.
Jamnagar, Gujarat: The LPG tanker ship ‘Jag Vasant’ is likely to arrive today at Vadinar Port pic.twitter.com/F03AE4qA0n
— IANS (@ians_india) March 27, 2026
આયાતો માટે કંડલા બંદર સૌથી મહત્વપૂર્ણ કેમ છે?
વિદેશમાંથી થતી આયાતો માટે કંડલા બંદર સૌથી મહત્વપૂર્ણ છે. અહીંથી એલપીજી ગેસને દેશની અલગ અલગ ક્ષેત્રોમાં લઈ જવામાં આવે છે. જગ વસંત જે ગેસનો પુરવઠો લઈને આવ્યું છે તેના કારણે આગામી સમયમાં ઘરેલું એલપીજી ગેસ સપ્લાયમાં સુધારો આવશે. એટલે કે, લોકોને ગેસની અછતનો સામનો નહીં કરવો પડે. અત્યારે ગેસ અછતની જે અફવાઓ ચાલી રહી છે, તેનો અંત આવી જશે તેવું પણ સરકારનું કહેવું છે.
ચાર જહાજોએ હોર્મઝ પાર કરી ભારત આવ્યાં
સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે પણ ભારતે પોતાના ચાર તેલ જહાજોને સુરક્ષિત રીતે દેશમાં લાવ્યાં છે. આ એક સફળ કૂટનીતિનું ઉદાહરણ છે. સૂત્રોના જણાવ્યાં પ્રમામે ઈરાન દ્વારા મંજૂરી આપવામાં આવી તે બાદ આ જહાજોએ હોર્મુઝ દરિયાઈ માર્ગ પાર કર્યો હતા. જેમાં જગ વસંતનું જહાજ પણ સામેલ છે. આ પહેલા એમટી શિવાલિક (એલપીજી) 16 માર્ચે મુદ્રા બંદરે, એમટી નંદા દેવી (એલપીજી) 17 માર્ચે કંડલા, જગ લાડલી (ક્રૂ઼ડ ઓઈલ) 18 માર્ચે મુદ્રા અને લાઇબેરિયન ધ્વજવાળું શેનલોંગ, સાઉદી ક્રૂડ ઓઇલ લઈને, 11 માર્ચની આસપાસ મુંબઈ પહોંચ્યું.