રોમ: ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની પોપના સમર્થનમાં આવ્યા છે. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. પોપ લીઓ XIV એ અમેરિકા-ઇઝરાયલ નીતિઓ અને હુમલાની આકરી ટીકા કરી હતી.
ધાર્મિક સ્વતંત્રતામાં રાજકીય હસ્તક્ષેપ અસ્વીકાર્ય
વેટિકન પ્રત્યે પોતાનો સંપૂર્ણ ટેકો વ્યક્ત જ્યોર્જિયા મેલોનીએ જણાવ્યું કે, ધાર્મિક સ્વતંત્રતામાં રાજકીય હસ્તક્ષેપ સ્વીકારી શકાય નહીં. પત્રકારો સાથે વાત કરતા મેલોનીએ સ્પષ્ટપણે ખાતરી આપી કે તે પોપ સાથે છે અને ધાર્મિક સંસ્થાઓ રાજકારણના આધીન ન હોવી જોઈએ. તેમણે કહ્યું, મારું માનવું છે કે જે નિવેદનો આપવામાં આવ્યા છે - ખાસ કરીને પોપ સંબંધિત તે અસ્વીકાર્ય છે. મેં પોપ ફ્રાન્સિસ સાથે મારી એકતા વ્યક્ત કરી છે.
વિરોધ વ્યક્તિગત નથી પરંતુ સિદ્ધાંતોમાં આધારિત
જ્યોર્જિયા મેલોનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, હું એવા સમાજને પસંદ નહિ કરું જ્યાં ધાર્મિક નેતાઓ ફક્ત રાજકીય નેતાઓ જે કહે છે તે જ કરે છે.તેમણે જણાવ્યું હતું કે તેમનો વિરોધ વ્યક્તિગત નથી પરંતુ સિદ્ધાંતોમાં આધારિત છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોપ વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોપ વિરુદ્ધ કેટલીક ટિપ્પણીઓ કરી હતી અને તેમને ઈસુના રૂપમાં દર્શાવતી AI-જનરેટેડ તસવીર શેર કરી હતી. તેની બાદ આ વિવાદ સર્જાયો હતો. તેની સોશિયલ મીડિયા પર ટીકા બાદ તેને દૂર કરવામાં આવી હતી.