Wed Sep 02 2026

Logo

ઇઝરાયલે લેબનોનમાં યુદ્ધનો વિસ્તાર કર્યો, સૈનિકો યલો સિક્યુરિટી ઝોનથી આગળ વધ્યા

Tel Aviv   2026-05-29 18:26:25
Author: Chandrakant Kanoja
ઇઝરાયલે લેબનોનમાં યુદ્ધનો વિસ્તાર કર્યો, સૈનિકો યલો સિક્યુરિટી ઝોનથી આગળ વધ્યા

REUTERS/Rami Shlush


તેલઅવીવ: મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જોકે, આ દરમિયાન ઇઝરાયલ સતત ગાઝા અને લેબનોન પર હુમલા કરી રહ્યું છે. જેમાં ઇઝરાયલની સેના લેબનોનમાં લિતાની નદીના ઉત્તર સુધી પહોંચી છે. 

સેના અલ-ગરબિયાહ જેવા વિસ્તારોમાં પહોંચી

આ અંગેના અહેવાલો મુજબ  ઇઝરાયલના સૈનિકો હવે લિતાની નદીની ઉત્તરે આગળ વધી ગયા છે. જે જિબચિત અલ-શાર્કિયાહ, મેઇફાદૂન અને જિબચિત અલ-ગરબિયાહ જેવા વિસ્તારોમાં પહોંચી ગયા છે. આ વિસ્તારો દક્ષિણ લેબનોનના બીજા સૌથી મોટા શહેર નબાતીહના દક્ષિણ પૂર્વમાં સ્થિત છે.

10-કિલોમીટરના યલો સિક્યુરિટી ઝોનથી આગળ વધી રહી

આ ઉપરાંત સ્થાનિક અહેવાલો અનુસાર  છેલ્લા 24 કલાકમાં હુમલાઓની સંખ્યા અને તીવ્રતામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.  ઇઝરાયેલી સૈન્ય હિઝબુલ્લાહની બીજી અને ત્રીજી સંરક્ષણ રેખા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. વિશ્લેષકો સૂચવે છે કે આ અભિયાનનો એક ઉદ્દેશ્ય પશ્ચિમી બેકા ખીણને દક્ષિણ લેબનોનના અન્ય ભાગોથી અલગ કરવાનો પણ હોઈ શકે છે. આ કામગીરી ઇઝરાયલ દ્વારા જાહેર કરાયેલ 10-કિલોમીટરના યલો સિક્યુરિટી ઝોનથી આગળ વધી રહી છે.