ફેશન જગતમાં અવારનવાર નવા પ્રયોગો થતા રહે છે, પરંતુ જ્યારે કોઈ આઉટફિટ ઇતિહાસના પાનાઓમાંથી સીધો બહાર આવે છે, ત્યારે તે લાઈમલાઈટ ચોરી લે છે અને એમાં પણ જ્યારે આ આઉટફિટ દુનિયાના ધનવાન પરિવારોમાંથી એક એવા અંબાણી પરિવારની લાડકવાયી ઈશા અંબાણીએ પહેર્યો હોય ત્યારે તો તે ટોક ઓફ ધ ટાઉન બને છે. પોતાની અદભૂત ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી ઈશાએ ગોલ્ડન વિન્ટેજ સૂટ પહેર્યો છે, જેની ચર્ચા અત્યારે આખી દુનિયામાં થઈ રહી છે. ચાલો જોઈએ શું છે ખાસ ઈશાના આ વિન્ટેજ સૂટમાં...
અંબાણી પરિવારની લાડકવાયી ઈશા અંબાણી પોતાના લક્ઝરી કલેક્શન અને આર્કાઇવલ ફેશન પ્રત્યેના પ્રેમ માટે જાણીતી છે. હાલમાં જ તેની સેલિબ્રિટી ફેશન સ્ટાઈલિસ્ટ જેમી મિઝરાહીએ સોશિયલ મીડિયા પર ઈશાના લેટેસ્ટ લુકની તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
ઈશા અંબાણીએ વિશ્વ વિખ્યાત બ્રાન્ડ 'શનેલ' (Chanel)નો એક ખૂબ જ રેર એટલે કે દુર્લભ આઉટફિટ પહેર્યો છે. આ ખાસ ડ્રેસ જાણીતા ફેશન ડિઝાઈનર કાર્લે લેગરફેલ્ડના 1996ના 'ઓટમ/વિન્ટર કલેક્શન'નો હિસ્સો છે. આ 'ગોલ્ડ લેસાજ ક્વિલ્ટેડ' સૂટને લક્ઝરી વિન્ટેજ કપડાંનું કલેક્શન રાખતી સંસ્થા 'ટેબ વિન્ટેજ' પાસેથી ખાસ મંગાવવામાં આવ્યો હતો.
ઈશા અંબાણીના આ લુકની સૌથી મોટી અને ચોંકાવનારી ખાસિયત એ છે કે, બરાબર આ જ આઉટફિટ વર્ષ 2011માં ઈન્ટરનેશનલ પૉપ સ્ટાર લેડી ગાગા (Lady Gaga)એ પહેર્યું હતું. ઈશાના આ ટ્રેડિશનલ અને મોડર્ન ફેશનના ફ્યુઝનને કારણે આ લુક ફેશન હિસ્ટ્રીમાં આઇકોનિક બની ગયો છે.
આ આઉટફિટ પર કરવામાં આવેલી બારીક કઢાઈ (એમ્બ્રોઇડરી) ફ્રાન્સના પ્રખ્યાત એમ્બ્રોઇડરી હાઉસ 'મેસન લેસાજ'ની દાયકાઓ જૂની કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ ડ્રેસ સાથે કમર પર બાંધવામાં આવેલો 'ગ્રિપોઇક્સ' બેલ્ટ આખા આઉટફિટને એક રાજવી (રોયલ) લૂક આપે છે. તમે પણ ઈશાનો આ વાઈરલ લૂક ના જોયો હોય તો અત્યારે જ અહીં જોઈ લો...
લુકને કેવી રીતે સ્ટાઈલ કરવામાં આવ્યો?
વાત કરીએ ઈશા અંબાણીના આ લૂકને કેવી રીતે સ્ટાઈલ કરવામાં આવ્યો તો આ ગોલ્ડન ડ્રેસ પહેલેથી જ ખૂબ હેવી અને આકર્ષક હોવાથી, ઈશા અંબાણીએ તેની એક્સેસરીઝ અને મેકઅપને ખૂબ જ સિમ્પલ રાખીને લુકને બેલેન્સ કર્યો હતો-
ઈશાએ આ સુંદર આઉટફિટ સાથે શનેલના ક્રૂઝ 2025-26 કલેક્શનમાંથી કાળા રંગનું નાનું સાબર પાઉચ (પર્સ) કેરી કર્યું હતું. આ સાથે 'સેન્ટ લોરેન્ટ'ના ઓવલ શેપ વાળા સનગ્લાસ અને 'મનોલો બ્લાહ્નિક'ની સ્લિંગબેક હીલ્સે તેમના લુકમાં ચાર ચાંદ લગાવ્યા હતા. ચહેરાના નેચરલ ગ્લોને જાળવી રાખવા માટે ન્યૂડ આઈશેડો, વિંગ્ડ આઈલાઈનર, હળવો બ્લશ-હાઈલાઈટર અને ન્યૂડ લિપસ્ટિક સાથે એકદમ સટલ અને સોફ્ટ મેકઅપ પસંદ કર્યો હતો.