Tue Oct 06 2026

Logo

બહેરીનના મનામામાં ઈરાને કહેર વરસાવ્યો, ક્રાઉન પ્લાઝા હોટલ પર કર્યો હુમલો

Manama   2026-03-01 12:19:00
Author: Vimal Prajapati
બહેરીનના મનામામાં ઈરાને કહેર વરસાવ્યો, ક્રાઉન પ્લાઝા હોટલ પર કર્યો હુમલો

મનામા, બહેરીન: અમેરિકા અને ઇઝરાયાલે ઈરાન પર હુમલો કર્યો તેમાં હવે ઈરાન દ્વારા પણ વળતો જવાબ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વર્તમાન રિપોર્ટ્સ પ્રમાણે બહેરીનની રાજધાની મનામામાં પ્રતિષ્ઠિત ક્રાઉન પ્લાઝા હોટલ પર એક ઈરાની ડ્રોન તૂટી પડ્યું છે. જેના કારણે મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર મધ્ય પૂર્વમાં સ્થિતિ ખૂબ જ વણસી ગઈ છે, આ યુદ્ધ હવે ખૂબ જ આગળ વધી રહ્યું છે. અમેરિકા અને ઇઝરાયાલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડરનું મોત થયું હોવાનું પણ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. 

સંરક્ષણ ટીમો દ્વારા સત્વરે રાહત કાર્યવાહી શરૂ કરાઈ

ક્રાઉન પ્લાઝા હોટલ પર હમલો થયો તેના કારણે હોટલની આસપાસના વિસ્તારમાં આગ અને ધૂમાડો જોવા મળ્યો હતો. જેના કારણે બહેરીન નાગરિક સંરક્ષણ ટીમો દ્વારા સત્વરે રાહત અને બચાવ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ હુમલો ઈરાન દ્વારા શરૂ કરવામાં આવેલા જવાબી કાર્યવાહી છે. આ હુમલામાં મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરીને અનેક દેશોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. સુપ્રીમ લીડર ખામેનીના મોતના કારણે અત્યારે ઈરાન ભડક્યું છે અને મોટા હુમલાની તૈયારી દર્શાવી છે. 

દુબઈમાં પણ આજે ઈરાને હુમલો કર્યો

ઈરાન દ્વારા અત્યારે મધ્ય પૂર્વના અનેક ગલ્ફ દેશમાં હુમલો શરૂ કરવામાં આવ્યો છે. દુબઈમાં પણ આજે ઈરાને હુમલો કર્યો છે. દુબઈ પર થયેલા હુમલાના પણ અનેક વીડિયો સોશિયલ મીડિયામાં શેર થયાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તે, દુબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ હુમલો થયો જેમાં એરપોર્ટને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ઈરાને કરેલા હુમલામાં એક પાકિસ્તાની નાગરિકોનું મોત પણ થયું છે.