Thu Jun 18 2026

Logo

ઇરાનની અમેરિકાને ખુલ્લી ધમકી, પશ્ચિમ એશિયામાં અમેરિકન કંપનીઓ પર હુમલા કરાશે

Tehran   2026-03-31 22:42:00
Author: Chandrakant Kanoja
Article Image

AI Generated Images


તહેરાન: પશ્ચિમ એશિયામાં તણાવ હજુ વધવાના સંકેત મળી રહ્યા છે. જેમાં ઇરાને અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે કે જો ઈરાની નેતાઓ પર હુમલા ચાલુ રહેશે તો પશ્ચિમ એશિયામાં અમેરિકન કંપનીઓ પર હુમલા કરવામાં આવશે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના નિવેદનથી આ વિસ્તારમાં તણાવ વધ્યો છે. તેમજ  કંપનીના કર્મચારીઓને તેમની ઓફિસો ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

અમેરિકન કંપનીઓને નિશાન બનાવવાની ધમકી

ઈરાને 1 એપ્રિલથી પશ્ચિમ એશિયામાં અમેરિકન કંપનીઓને નિશાન બનાવવાની ધમકી આપી છે. IRGC એ માઇક્રોસોફ્ટ, ગૂગલ અને એપલ સહિત અનેક  કંપનીઓના નામ આપ્યા છે. તેણે કહ્યું છે કે દરેક હુમલાના બદલામાં આ કંપનીઓની સુવિધાઓનો નાશ કરવામાં આવશે. કર્મચારીઓને તેમની ઓફિસો ખાલી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.ઈરાને સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમેરિકન કંપનીઓની સુવિધાઓ પર હુમલાઓ તેહરાન સમય મુજબ રાત્રે 8:00 વાગ્યા પછી શરૂ થઈ શકે છે. જે 1 એપ્રિલથી શરૂ થશે. ભારતીય  મુજબ આ સમય રાત્રે 10:30 વાગ્યાનો છે.

ઈરાને 15 મોટી અમેરિકન કંપનીઓની યાદી બહાર પાડી

ઇરાને અમેરિકન કંપનીઓ માઇક્રોસોફ્ટ, ગુગલ, એપલ, ઇન્ટેલ, આઇબીએમ, ટેસ્લા, બોઇંગ, ડેલ ટેક્નોલોજીસ, હેવલેટ-પેકાર્ડ, સિસ્કો, ઓરેકલ, મેટા પ્લેટફોર્મ્સ (ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ), જેપી મોર્ગન ચેઝ, જનરલ ઇલેક્ટ્રિક જેવી કંપનીઓ નામ જાહેર કર્યા છે. આના પરથી સ્પષ્ટ છે કે ઈરાન હવે 
આ લડાઈ  અમેરિકાને ઘેરવા અનેક મોરચે શરૂ કરવાની તૈયારીમાં છે. 

ઇરાને અમેરિકા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું

ઇરાને ઈઝરાયલ પર કરેલા હુમલા બાદ હવે અમેરિકા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેના લીધે અમેરિકાની મુશ્કેલીમાં વધારો થશે. અમેરિકા એક તરફ ઈરાનને કરાર કરવા અને હોર્મુઝ સ્ટ્રેટને ખોલવા માટે દબાણ કરી રહ્યું છે. ત્યારે ઈરાન આ ધમકીથી ડર્યા વિના અમેરિકાને ધમકી આપી રહ્યું છે.