યુએસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ માટે સોદો થતાં, શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 2,674 પોઈન્ટના ઉછાળા સાથે 77,290 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ 731 પોઈન્ટના ઉછાળા સાથે 23,855 પર ખુલ્યો. સેન્સેક્સના તમામ 30 શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા.
નોંધનીય છે કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરુ થયા બાદથી શેર બજારમાં સતત દબાણ જોવા મળી રહ્યું હતું. યુદ્ધ વિરામની જાહેરાત થતાં રોકાણકારોનો વિશ્વાસ પાછો ફર્યો, આજે શરૂઆતમાં બજારમાં મજબૂત ખરીદી જોવા મળી રહી છે.
શેરોમાં વધારો-ઘટાડો:
પેટ્રોલિયમ સસ્તું થવાના અહેવાલોને કારણે ઇન્ટરગ્લોબ એવિએશન (ઇન્ડિગો) ના શેરમાં 10% જેટલો વધારો નોંધાયો, આ ઉપરાંત L&T, શ્રીરામ ફાઇનાન્સ, અદાણી પોર્ટ્સ અને અદાણી એન્ટરપ્રાઇઝ જેવા શેમાં તેજી જોવા મળી. ONGC અને કોલ ઇન્ડિયા જેવા શેર ઘટાડો જોવા મળ્યો.
એશિયન બજારમાં તેજી:
પશ્ચિમ એશિયામાં યુદ્ધ વિરામની અસર એશિયન બજારો પર પણ જોવા મળી રહી છે. જાપાનનાં ઇન્ડેક્સ નિક્કી-225 5% ટકાથી વધુ ઉછળીને 56,230 પર પહોંચી ગયો છે. ટોપિક્સ 2%થી વધુ ઉછળીને 3,775 પર પહોંચી ગયો છે, કોસ્પીમાં પણ 6% થી વધુનો વધારો નોંધાયો.
યુએસ બજારમાં મુશર વલણો:
મંગળવારે યુએસ શેરબજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 85 પોઇન્ટ ઘટીને 46,584 પર બંધ થયો, જ્યારે S&P 500 અને નાસ્ડેકમાં થોડો વધરો નોંધાયો. સુધારા સાથે બંધ થયા.
યુદ્ધ વિરામને કારણે ઇંધણનો પુરવઠો ફરી સામાન્ય થવાની શક્યતા છે, જેને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં લગભગ 16% ઘટાડો નોંધાયો, બ્રેન્ટ ક્રૂડ $92 પ્રતિ બેરલ પર આવી ગયું. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) એ છ વર્ષમાં સૌથી મોટો કડાકો નોંધાયો, WTI $95 ની આસપાસ પહોંચી ગયો.