મુંબઈ: ગઈ કાલે બુધવારે રોકાણકારોને થોડી રાહત આપ્યા બાદ ભારતીય શેરબજારમાં આજે ફરી મોટો કડાકો નોંધાયો છે. બોમ્બે સ્ટોક્સ એકચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 872 પોઈન્ટના ઘટાડા સાથે 72,262 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ 296 પોઈન્ટના ઘટાડા સાથે 22,383 પર ખુલ્યો.
આજે નિફ્ટી પર શરૂઆતના કારોબારમાં સન ફાર્મા, ઇન્ટરગ્લોબ એવિએશન, શ્રીરામ ફાઇનાન્સ અને એટરનલના શેરોમાં મોટો ઘટાડો નોંધાયો.
એશિયન બજારો પણ તૂટ્યા:
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન અંગે કડક નિવેદનની અસર એશિયન બજારો પર પડી રહી છે. આજે શરૂઆતના કારોબારમાં જાપાનના નિક્કી-225 1.66 ટકા ઘટીને 52845 પર પહોંચ્યો હતો, જ્યારે ટોપિક્સમાં 1.12 ટકાનો ઘટાડો નોંધાયો. દક્ષિણ કોરિયાના કોસ્પી 3.52 ટકાનો ઘટાડો નોંધાયો.
યુએસ બાજરોમાં ઉછાળો:
બુધવારે યુએસ શેરબજારો વધારા સાથે બંધ થયા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.48 ટકાના વધારા સાથે 46,565 પર બંધ થયો. S&P-500 0.72 ટકાના વધારા સાથે 6,575 પર બંધ થયો હતો. નાસ્ડેક 1.16 ટકાના વધારા સાથે 21,840 પર બંધ થયો હતો.
ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા:
ટ્રમ્પના નિવેદનને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે. સવારે 8 વાગ્યાની આસપાસ, બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ $106 પ્રતિ બેરલ પર પહોંચી ગયો હતો. આ દરમિયાન, WTI ક્રૂડ ઓઇલ $4 પ્રતિ બેરલ વધીને $104 ને પાર કરી ગયું.