મુંબઈ: વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે આજે બુધવારે ભારતીય શેર બજારે સામાન્ય શરૂઆત નોંધાવી, બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 32 પોઈન્ટના વધારા સાથે 78,238 પર ખુલ્યો હતો. જ્યારે, નેશનલ સ્ટોક્સ એક્સ્ચેનો(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 29 પોઈન્ટના ઘટાડા સાથે 24,231 પર ખુલ્યો.
નિફ્ટી પર ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ટરગ્લોબ એવિએશન, જિયો ફાઇનાન્શિયલ અને કોલ ઇન્ડિયાના શેર સૌથી વધુ વધારા સાથે ખુલ્યા, બીજી તરફ, કોટક મહિન્દ્રા બેંક, શ્રીરામ ફાઇનાન્સ, HDFC બેંક, એપોલો હોસ્પિટલ્સ અને ICICI બેંકના શેરો ઘટાડા સાથે ખુલ્યા.
વૈશ્વિક બજારો પર નજર:
જે એશિયન બજારો પર શરૂઆતના કારોબારમાં વધારો નોંધાયો, જાપાનના નિક્કી 225માં 1.36 ટકાનો વધારો નોંધાય, જ્યારે ટોપિક્સમાં 1.22 ટકાનો વધારો નોંધાયો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 2.52 ટકાનો વધારો નોંધાયો, અને કોસ્ડેક 1.39 ટકા વધ્યો હતો.
મંગળવારે યુએસ શેરબજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 34.29 પોઈન્ટ(0.07 ટકા)ના ઘટાડા સાથે 47,706.51 પર બંધ થયો, જ્યારે S&P 500માં 14.51 પોઈન્ટ(0.21 ટકા)ના ઘટાડા સાથે 6,781.48 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 1.16 પોઈન્ટ(0.01 ટકા)ન વધારા સાથે 22,697.10 પર બંધ થયો.
ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર:
સોમવારે 11 ટકાથી વધુના ઘટાડા બાદ મંગળવારે ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર રહ્યા હતાં. બ્રેન્ટ ક્રૂડના ભાવ 0.91 ટકાના વધારા સાથે $88.60 પ્રતિ બેરલ પર પહોંચ્યા, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ફ્યુચર્સ 0.55 ટકાના વધારા સાથે $83.91 પર પહોંચ્યા.