Sat May 02 2026

Logo

શેરબજારમાં ફરી કડાકો: સેન્સેક્સ 590 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ મોટું ગાબડું

2026-03-13 10:09:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: ભારતીય શેરબજાર આજે ફરી એક વાર ઘટાડા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ 590 પોઈન્ટના ઘટાડા સાથે 75,444 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 176 પોઈન્ટના ઘટાડા સાથે 23,462 પર ખુલ્યો.

બજારમાં ઘટાડા વચ્ચે, કેટલાક શેરોમાં થોડી તેજી જોવા મળી રહી છે. શરૂઆતના કારોબારમાં નિફ્ટી પર કોલ ઇન્ડિયા, NTPC, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બજાજ ફાઇનાન્સમાં વધારો નોંધાયો. બીજી તરફ, HDFC બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ, HCL ટેક્નોલોજીસ અને ટેક મહિન્દ્રાના શેરમાં ઘટાડો નોંધાયો.

શરૂઆતના કારોબારમાં 837 શેરોમાં  ઘટાડો નોંધાયો, 1264 શેરોમાં ઘટાડો નોંધાયો, જયારે 162 શેરોમાં કોઈ વધારો કે ઘટાડો ન નોંધાયો. 

એશિયન બજારો દબાણ હેઠળ:
ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે એશિયન બજારોમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનના  નિક્કી 225માં 2 ટકાનો ઘટાડો નોંધાયો, જ્યારે ટોપિક્સમાં 1.4 ટકાનો ઘટાડો નોંધાયો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 3 ટકા અને કોસ્ડેક 2 ટકાના ઘટાડા સાથે ખુલ્યો.

યુએસ શેરબજાર તૂટ્યા:
ગુરુવારે યુએસ શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 739.42 પોઈન્ટ (1.56 ટકા)ના ઘટાડા સાથે 46,677.85 પર બંધ થયો, જ્યારે S&P 500 103.22 પોઈન્ટ(1.52 ટકા)ના ઘટાડા સાથે 6,672.58 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 404.15 પોઈન્ટ (1.78 ટકા)ના ઘટાડા સાથે 22,311.98 પર બંધ થયો.