Tue May 26 2026

Logo

રિટેલ રોકાણકારોનો વિજય: મધ્યમ વર્ગના ભરોસે ભારતીય શેરબજારે દુનિયા જીતી, હોંગકોંગ જેવા દિગ્ગજોને પાછળ છોડ્યા...

2026-04-15 15:06:00
Author: Darshana Visaria
Article Image

વૈશ્વિક અર્થતંત્રમાં મેરા ભારત મહાન ધીરે ધીરે એક મહાશક્તિ બનીને ઉભરી રહ્યું છે. વાત કરીએ દુનિયાભરની સૌથી શક્તિશાળી શેરબજારની તો ભારતીય શેરબજારે ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરતાં હોંગકોંગની શક્તિશાળી અને પ્રભાવશાળી બજારને પાછળ મૂકીને દુનિયાની ટોપ-4 સ્ટોક માર્કેટમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. અમેરિકા, ચીન અને જાપાન જેવા દેશોની હરોળમાં ભારતની આ એન્ટ્રી દેશની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે. ચાલો જાણીએ આખી સ્ટોરી વિસ્તારથી...

વાત કરીએ દુનિયાભરની સૌથી વધુ શક્તિશાળી સ્ટોક માર્કેટની તો આ યાદીમાં ભારતનું માર્કેટ કેપિટલાઇઝેશન હવે 4.3 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. જોકે, ભારતીય શેરબજારની આ સફળતા પાછળ રિટેલ રોકાણકારોનો વધતો વિશ્વાસ અને મજબૂત આર્થિક સુધારા મુખ્ય કારણ છે.

  • અમેરિકા: ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ અને નાસ્ડેક (NASDAQ) સાથે અમેરિકા હજુ પણ આ યાદીમાં પ્રથમ સ્થાને છે. વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓ અને વૈશ્વિક રોકાણકારોનો ભરોસો જ તેને નંબર-વનની પોઝિશન પર રાખે છે.
  • ચીન: અમેરિકા બાદ બીજા ક્રમે આવે છે ચીન. ચીનમાંસરકારી સમર્થન અને સ્થાનિક કંપનીઓનું મોટું નેટવર્ક તેની તાકાત છે, જેને કારણે વિશ્વની સૌથી શક્તિશાળી શેરબજારમાં ડ્રેગન બીજા સ્થાને આવે છે. 
  • જાપાન: જાપાનનું બજાર તેના સ્થિર અને પરિપક્વ ઔદ્યોગિક જૂથોને કારણે જાપાનનું ત્રીજા સ્થાન અકબંધ જળવાઈ રહ્યું છે. 
  • ભારત: એનએસઈ અને બીએસઈના આધારે ભારત હવે વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું શેર બજાર બની ચૂક્યું છે. 4.3 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપ સાથે ભારતે હોંગકોંગને આ યાદીમાં નીચે ધકેલી દીધું છે.

વાત કરીએ ભારતની આ સિદ્ધિ પાછળના કારણોની તો છેલ્લાં કેટલાક સમયથી ભારતમાં નવા અને નાના રોકાણકારોની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. ડિજિટલ પ્લેટફોર્મ્સને કારણે રોકાણ કરવું હવે ઘણું સરળ બન્યું છે. આ સિવાય ભારતીય કંપનીઓના શાનદાર ત્રિમાસિક પરિણામો અને દેશનો સ્થિર જીડીપી ગ્રોથ વિદેશી રોકાણકારોને પોતાની તરફ વધારે આકર્ષી રહ્યો છે.

લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ પણ ભારત સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓ અને આર્થિક સુધારાને કારણે વૈશ્વિક ફંડ્સ હવે ચીન કે અન્ય દેશોના બદલે ભારત પર વધુ દાવ લગાવી રહ્યા છે. આ તમામ કારણો ભારતને દુનિયાની શક્તિશાળી શેરબજારોમાં મહત્ત્વનું સ્થાન અપાવવા માટે જવાબદાર છે.