નવી દિલ્હીઃ ભારતની મેન્સ અને વિમેન્સ હૉકી ટીમ કેસરી રંગના ડ્રેસને બદલે ફરી બ્લુ કલરના ડ્રેસમાં જોવા મળશે. ભગવા રંગની કિટને મામલે વિવાદ (controversy) થવાને પગલે આ ફેરફાર કરવામાં આવ્યો છે અને 19મી સપ્ટેમ્બરે જાપાનમાં શરૂ થનારી એશિયન ગેમ્સ પહેલાં જ ફેરફાર લાગુ કરી દેવામાં આવ્યો છે.
ઘણા વર્ષોથી ભારતના હૉકી ખેલાડીઓ બ્લુ (Blue) રંગની જર્સીમાં જોવા મળ્યા હતા, પરંતુ તાજેતરમાં નેધરલૅન્ડ્સ અને બેલ્જિયમમાં આયોજિત એફઆઇએચ વર્લ્ડ કપમાં ભારતીય હૉકી ખેલાડીઓ કેસરી કલરનું જર્સી પહેરીને રમ્યા હતા. ભારતમાં હૉકીની રમતનું સંચાલન કરનાર હૉકી ઇન્ડિયા (એચઆઇ)માં અંદરોઅંદર જ કેસરી રંગના જર્સીના મામલે વિખવાદ થયો હતો.
એચઆઇના પ્રમુખ દિલીપ તિર્કેએ જાહેરમાં જણાવ્યું હતું કે ફેડરેશનના ચૂંટાયેલા હોદ્દેદારો તેમ જ એક્ઝિક્યૂટિવ બોર્ડની જાણ બહાર કે મંજૂરી વિના ખેલાડીઓના ડ્રેસનો રંગ બદલી નાખવામાં આવ્યો હતો અને એનો અમલ પણ કરી નાખવામાં આવ્યો હતો.'
𝗢𝗡 𝗧𝗛𝗘 𝗪𝗔𝗬 𝗧𝗢 𝗔𝗜𝗖𝗛𝗜-𝗡𝗔𝗚𝗢𝗬𝗔! 🇮🇳✈️
— Hockey India (@TheHockeyIndia) September 8, 2026
The Indian Women’s Hockey Team has departed for Japan, ready to chase glory at the Asian Games 2026! 🏑🔥
Eyes on the Gold! 🥇🇮🇳
🗓️ September 19 – October 4
📍 Aichi-Nagoya, Japan#HockeyIndia #IndiaKaGame #AsianGames2026… pic.twitter.com/S5AF3bOsAF
બ્લુને બદલે કેસરી રંગની જર્સી બનાવવા પાછળ એક ખાસ હેતુ હતો. હૉકીની મૅચ બ્લુ રંગના ટર્ફ પર રમાતી હોવાથી એના પર બ્લુ રંગની જર્સીવાળા ખેલાડીઓને ઓળખવામાં તકલીફ થતી હોવાથી જર્સીનો રંગ બદલીને ભગવો કરવામાં આવ્યો હતો. જોકે ભૂતપૂર્વ કૅપ્ટનો વિરેન રાસ્કિના, પરગટ સિંહ, ધનરાજ પિલ્લે અને અજિત પાલ સિંહે જર્સીનો રંગ બદલવાના નિર્ણય સામે વિરોધ કર્યો હતો. એ નિર્ણયને રાજકીય રંગ પણ મળ્યો હતો. વર્લ્ડ કપમાં ભારતના પુરુષ ખેલાડીઓની ટીમ છેક આઠમા નંબરે અને મહિલા ખેલાડીઓની ટીમ પાંચમા સ્થાને રહી હતી.
𝗧𝗛𝗘 𝗥𝗢𝗔𝗗 𝗧𝗢 𝗚𝗢𝗟𝗗 𝗕𝗘𝗚𝗜𝗡𝗦! 🇮🇳✈️
— Hockey India (@TheHockeyIndia) September 8, 2026
The Indian Men’s Hockey Team is headed to Japan to defend its Asian Games gold medal, which will also book a ticket to LA 2028 Olympics. 🏑🔥
Asian Games 2026 will run from September 19 to October 4. #HockeyIndia #IndiaKaGame… pic.twitter.com/61QTy1Egl5
જાપાન જઈ રહેલા ભારતના હૉકી ખેલાડીઓને મંગળવારે સેન્ડ-ઑફ આપવામાં આવ્યું એ પ્રસંગે ભૂતપૂર્વ હૉકી ખેલાડી દિલીપ તિર્કેએ એવું પણ કહ્યું હતું કે `ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશને અમને બ્લુ અને ઑરેન્જ, એમ બે રંગમાંથી એક પસંદ કરવા કહ્યું હતું અને અમે બ્લુ રંગ પસંદ કર્યો હતો. મેં વર્લ્ડ કપ પહેલાં જ કહ્યું હતું કે કેસરી રંગ કાયમ માટે નથી. એશિયન ગેમ્સમાં ખેલાડીઓ ફરી બ્લુ રંગની જર્સીમાં રમતા જોવા મળશે.'