Mon Oct 05 2026

Logo

ભારત પાકિસ્તાનના યુદ્ધ જહાજ વચ્ચે ટક્કર બાદ ભારતનું આકરું વલણ, પાકિસ્તાનને કહ્યું કરારોનું સન્માન કરે

2026-09-18 19:43:45
Author: Chandrakant Kanoja
ભારત પાકિસ્તાનના યુદ્ધ જહાજ વચ્ચે ટક્કર બાદ ભારતનું આકરું વલણ, પાકિસ્તાનને કહ્યું કરારોનું સન્માન કરે

AI


નવી દિલ્હી: ભારતે પશ્ચિમ અરબી સમુદ્રમાં પાકિસ્તાન અને ભારતના યુદ્ધ જહાજો વચ્ચે ટક્કર અંગે કડક વલણ અપનાવ્યું છે. તેમજ  ભારતે ફરી એકવાર પાકિસ્તાનને સલાહ આપી છે કે તે બંને દેશો વચ્ચેના કરારોનું સન્માન કરે અને તેની તમામ સૈન્ય ટુકડીઓ યોગ્ય સાવચેતી રાખે તે સુનિશ્ચિત કરે. ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના સ્પષ્ટીકરણને સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે.

આક્ષેપોને અમે સ્પષ્ટપણે નકારીએ છીએ

આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, અમે અમારા  વિરોધ અંગે પાકિસ્તાનનો પ્રતિભાવ જોયો છે. જે માત્ર ટાળવા માટેનો જવાબ છે. અમે તેમાં કરવામાં આવેલા આક્ષેપોને અમે સ્પષ્ટપણે નકારીએ છીએ.

PNS હુનૈને સમુદ્રમાં બિનવ્યાવસાયિક વર્તન કર્યું હતું

અમે આ કેસની હકીકતો ફરીથી જણાવવા માંગીએ છીએ છે કે, INS કોલકાતા પશ્ચિમ અરબી સમુદ્રમાં નિયમિત તૈનાતી પર હતું ત્યારે પાકિસ્તાની નૌકાદળના જહાજ PNS હુનૈને સમુદ્રમાં  બિનવ્યાવસાયિક વર્તન કર્યું હતું, જેના પરિણામે આ ટક્કર થઈ હતી.

કરાર' ની કલમ 10 નું ઘોર ઉલ્લંઘન

PNS હુનૈને  દ્વારા ખતરનાક ઓવરટેકિંગ કરવું  એપ્રિલ 1991 ના 'ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી કવાયતો, પેંતરાબાજી અને સૈનિકોની હિલચાલની પૂર્વ સૂચના પરના કરાર' ની કલમ 10 નું ઘોર ઉલ્લંઘન હતું. આ કરારમાં એવી શરત મૂકવામાં આવી છે કે સમુદ્રમાં નૌકાદળના એકમો એકબીજાથી ત્રણ નોટિકલ માઇલની અંદર ન આવવા જોઈએ. 

સમુદ્રમાં અથડામણ અટકાવવા માટેના આંતરરાષ્ટ્રીય નિયમો'નું ઉલ્લંઘન

પાકિસ્તાની જહાજે 'સમુદ્રમાં અથડામણ અટકાવવા માટેના આંતરરાષ્ટ્રીય નિયમો'નું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની પક્ષને ફરી એકવાર સલાહ આપવામાં આવી છે કે આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે, તેમના તમામ લશ્કરી એકમોએ યોગ્ય સાવધાની રાખવી જોઈએ અને બંને પક્ષો વચ્ચેના સંબંધિત કરારોની જોગવાઈઓનું પાલન કરવું જોઈએ.