Tue Oct 06 2026

Logo

ભારતે કહ્યું રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવું જોઇએ, આ યુદ્ધનો યુગ નથી

2026-09-08 19:50:07
Author: Chandrakant Kanoja
ભારતે કહ્યું રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવું જોઇએ, આ યુદ્ધનો યુગ નથી

નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રાલયે ફરી એક રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ અંગે વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે યુદ્ધ સમાપ્ત થવું જોઇએ. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા  રણધીર જયસ્વાલે જણાવ્યું કે આ યુદ્ધનો યુગ નથી અને યુદ્ધથી કોઇ સમસ્યાનો ઉકેલ નથી આવતો. ભારત બંને દેશોના સંપર્કમાં છે અને યુદ્ધના અંત માટે તમામ મદદ કરવા તૈયાર છે.

યુક્રેન અને પોલેન્ડમાં ભારતનું વલણ સ્પષ્ટ કર્યું 

આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં યુક્રેન અને પોલેન્ડની મુલાકાત લીધી હતી. આ સ્થળે યોજાયેલી ચર્ચા દરમિયાન તેમણે ભારતના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે ભારતના સ્પષ્ટ મત પર ભાર મૂક્યો કે વર્તમાન યુગ યુદ્ધનો નથી અને સંઘર્ષનો ઉકેલ ફક્ત વાતચીત અને રાજદ્વારી દ્વારા જ મળી શકે છે.

સંઘર્ષમાં સામેલ પક્ષોએ ઉકેલ શોધવો જોઈએ

આ ઉપરાંત વિદેશ મંત્રાલયના પ્રવકતાએ પીએમ મોદીની  ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હજુ કે હવે યુદ્ધ સમાપ્ત કરવાનો માર્ગ શોધવો પડશે. વિદેશ મંત્રીએ એ પણ ભાર મૂક્યો કે સંઘર્ષમાં સામેલ પક્ષોએ ઉકેલ શોધવો જોઈએ. ભારત તેનો ઉકેલ કોઈના પર લાદવાનો પ્રયાસ કરી રહ્યું નથી.

ભારત રશિયા અને યુક્રેન બંને સાથે સતત સંપર્કમાં

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત રશિયા અને યુક્રેન બંને સાથે સતત સંપર્કમાં છે. ભારત એ જોવાનો પ્રયાસ કરી રહ્યું છે કે કયા વિચારો અને સૂચનો રજૂ કરી શકાય જે સંઘર્ષને રોકવામાં મદદ કરી શકે. જો ભારત કોઈપણ રીતે યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ કરી શકે છે તો તે તે કરશે.