નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે અનેક મુદ્દાઓ પર સ્પષ્ટીકરણ કર્યું હતું. જેમાં પેરિસના એફિલ ટાવર વિવાદ, ભારત-ચીન LAC લશ્કરી બેઠક અને વર્ષ 2027 માં પાકિસ્તાનમાં યોજાનારી દક્ષિણ એશિયન ફેડરેશન રમતોમાં ભારતની સંભવિત ભાગીદારી અંગે માહિતી આપી હતી.
વિદેશ મંત્રાલયે એફિલ ટાવર મુદ્દે વિગતવાર ટિપ્પણીનો ઇનકાર કર્યો
જેમાં BAPS પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન મહિલા સ્ટાફને એફિલ ટાવરના અમુક વિસ્તારોમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાના અહેવાલોના જવાબમાં રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સરકાર આ બાબતથી વાકેફ છે. તેમણે જણાવ્યું હતું કે પેરિસમાં BAPS સંગઠન દ્વારા સ્થાપિત એક મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જો કે, તેમણે એફિલ ટાવર સાથે સંકળાયેલી ચોક્કસ ઘટનાને સંબંધિત સંસ્થાઓ સાથે સંબંધિત બાબત ગણાવી હતી. વિદેશ મંત્રાલયે આ મુદ્દા પર વિગતવાર ટિપ્પણી કરી નથી.
The Nagar Yatra brought so much energy to the streets of Paris.
— BAPS Mandir Swaminarayan Hindou de Paris (@BAPSParis) September 5, 2026
There was music, dancing, devotion, families walking together, and people stopping along the route to watch it all pass by.
It was joyful, colourful and full of life — a really special day for everyone who took… pic.twitter.com/r3lpaYWRE5
LAC મુદ્દા અંગે વરિષ્ઠ લશ્કરી અધિકારીઓની બેઠક
વિદેશ મંત્રાલયે ભારત-ચીન સરહદ પર LAC મુદ્દા અંગે વરિષ્ઠ લશ્કરી અધિકારીઓની બેઠક અંગે વિગતો પૂરી પાડી હતી. રણધીર જયસ્વાલના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ 2025 અને ઓગસ્ટ 2026માં બંને દેશોના ખાસ પ્રતિનિધિઓ વચ્ચે થયેલી સર્વસંમતિ બાદ ચીન અને ભારતમાં WMCC ની બેઠકો યોજાઈ હતી. ત્યારબાદ, વરિષ્ઠ લશ્કરી કમાન્ડર સ્તરે પ્રથમ ફ્લેગ મીટિંગ 6 સપ્ટેમ્બરના રોજ વાચા (ભારતીય બાજુ અરુણાચલ પ્રદેશમાં) અને 7 સપ્ટેમ્બરના રોજ દમાઈ (ચીની બાજુ) ખાતે થઈ હતી. તેમણે નોંધ્યું હતું કે પશ્ચિમી ક્ષેત્ર માટે પણ આવી જ વ્યવસ્થા અસ્તિત્વમાં છે.
પાકિસ્તાનમાં આયોજિત સાઉથ એશિયન ફેડરેશન ગેમ અંગે કોઇ નિર્ણય નહિ
આ ઉપરાંત વર્ષ 2027 સાઉથ એશિયન ફેડરેશન (SAF)ગેમ્સમાં જે પાકિસ્તાનમાં યોજાવાની છે તે અંગે ભારતની ભાગીદારી અંગે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી. તેમજ કહ્યું હતું કે કોઈપણ આંતરરાષ્ટ્રીય અથવા બહુપક્ષીય સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય રમતગમત મંત્રાલયની તાજેતરની નીતિ અનુસાર લેવામાં આવશે.