Tue Oct 06 2026

Logo

દેશમાં પોલિટિકલ ડોનેશન મેળવવામાં રાષ્ટ્રીય પક્ષો કરતા પ્રાદેશિક પક્ષો અગ્રેસર, જાણો વિગતે

2026-08-10 20:17:33
Author: Chandrakant Kanoja
દેશમાં પોલિટિકલ ડોનેશન મેળવવામાં રાષ્ટ્રીય પક્ષો કરતા પ્રાદેશિક પક્ષો અગ્રેસર, જાણો વિગતે

 

નવી દિલ્હી: દેશમાં રાષ્ટ્રીય પક્ષો દ્વારા મોટા પ્રમાણમાં પોલિટિકલ ડોનેશન મેળવવામાં આવે છે. જોકે, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના અહેવાલમાં મુખ્ય રાષ્ટ્રીય પક્ષો ઉપરાંત પ્રાદેશિક રાજકીય પક્ષો પણ પોલિટિકલ ડોનેશન મેળવવામાં આગળ રહ્યા છે.  

આઠ મુખ્ય પ્રાદેશિક પક્ષોએ  રાષ્ટ્રીય પક્ષોને પાછળ રાખ્યા 

આ અહેવાલમાં આંકડા મુજબ ભારતમાં આઠ મુખ્ય પ્રાદેશિક પક્ષોએ વર્ષ 2024-25માં ભાજપ અને કોંગ્રેસ સિવાયના તમામ રાષ્ટ્રીય પક્ષો જેમ કે આમ આદમી પાર્ટી , બહુજન સમાજ પાર્ટી , કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી) અને નેશનલ પીપલ્સ પાર્ટીએ વધુ પોલિટિકલ ડોનેશન મેળવ્યું છે. 

આઠ સ્થાનિક પક્ષોએ  રૂપિયા 840.12 કરોડ પોલિટિકલ ડોનેશન મેળવ્યું 

દેશની બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષોને મળેલા પોલિટિકલ ડોનેશનની ગણતરી ના કરીએ તો આઠ પ્રાદેશિક પક્ષો એવા છે જેમણે અન્ય રાષ્ટ્રીય પક્ષો કરતાં વધુ  પોલિટિકલ ડોનેશન મેળવ્યું છે. એડીઆર અહેવાલ મુજબ તેમાં ટોચના પાંચ પ્રાદેશિક પક્ષો DMK,AITC,YSRCP,TDP અને AIADMKનો સમાવેશ થાય છે. તેમણે કુલ રૂપિયા 840.12 કરોડ મેળવ્યા છે. જે 2024-25 માં પ્રાદેશિક પક્ષોને મળેલા કુલ પોલિટિકલ ડોનેશન 79.9 ટકા છે.

દેશમાં રાજકીય પક્ષોને મળેલા પોલિટિકલ ડોનેશનમાં કોર્પોરેટ કંપનીઓની ફાળો મહત્વનો રહ્યો છે. જેમાં પ્રાદેશિક પક્ષોને મળેલા ડોનેશનમાં નોંધપાત્ર હિસ્સો સીધો ઔદ્યોગિક ક્ષેત્રમાંથી આવે છે.

ડોનેશનના 61.33 ટકા ફક્ત કોર્પોરેટ અને ઔધોગિક ગૃહો પાસેથી મળ્યા

જેમાં વર્ષ 2024-25માં  પ્રાદેશિક પક્ષોને તેમના કુલ ડોનેશનના 61.33 ટકા ફક્ત કોર્પોરેટ અને ઔધોગિક ગૃહો પાસેથી મળ્યા હતા. જ્યારે પ્રાદેશિક પક્ષોને દિલ્હી રૂપિયા 433.77 કરોડ , પશ્ચિમ બંગાળ રૂપિયા 172.93 કરોડ અને મહારાષ્ટ્ર રૂપિયા 158.80 કરોડમાંથી સૌથી વધુ ડોનેશન મળ્યું છે. 

રોકડ ડોનેશનમાં પણ મોટો વધારો

આ ઉપરાંત વર્ષ 2023-24 માં અનામી ડોનરનું યોગદાન ફક્ત રૂપિયા 6.62 કરોડ હતું. જ્યારે 2024-25 માં આ આંકડો  રૂપિયા 302.67 કરોડ થયો હતો. તેમજ રોકડ ડોનેશનની રકમમાં પણ  મોટો વધારો થયો છે. વર્ષ  2023-24 માં જે રૂપિયા 6.54 કરોડ હતી તે વર્ષ 2024-25 માં વધીને રૂપિયા 301.44 કરોડ થઈ હતી.