નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈની અસર દુનિયાના દરેક દેશના બજેટ ખોરવી રહી છે. યુદ્ઘના આ માહોલ વચ્ચે ગોલ્ડમેન નામની સંસ્થાએ દેશની જીડીપીનું અનુમાન કરી દીધું છે. વર્ષ 2025-26 માટે ભારતનો જીડીપી ગ્રોથ 5.9 ટકા રહેવાની શક્યતાઓ છે. આ પહેલા 7 ટકા રહેવાનું અનુમાન હતું. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈને કારણે ગ્રોથરેટ ઘટી શકે છે. ગોલ્ડમેને એક રિપોર્ટ મંગળવારે જાહેર કર્યો હતો, જેમાં વર્ષ 2026માં ભારતીય અર્થવ્યવસ્થા 5.9 ટકા સુધી વધશે એ પછી ઘટશે એવું અનુમાન કરવામાં આવ્યું હતું.
લડાઈ પહેલા 7 ટકા સુઘી રહેવાનું અનુમાન
મિડલ ઈસ્ટમાં લડાઈ શરૂ થઈ ન હતી એ પહેલા 7 ટકા સુધી જીડીપી ગ્રોથ રહેવાનું અનુમાન હતુ. વોલ સ્ટ્રીટે ગત 13 માર્ચે ભારતીય અર્થવ્યવસ્થા માટે વિકાસનું અનુમાન 6.5 ટકાથી પણ ઘટાડી દીધા હોવાનું રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું. ગોલ્ડમેનના વિશ્લેષકો દ્વારા વિકાસના અનુમાન ક્રૂડ ઓઈલ અને ગેસની કટોકટીને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી. આ ઉપરાંત સપ્લાય તથા ગેસની ઘટને પણ ધ્યાને લેવામાં આવી. આ ઉપરાંત અટવાયેલા જહાજની અંદાજીત અવધતી પ્રાપ્યતાને લઈને ગણવામાં આવી હતી. ક્રૂડ ઓઈલના બેરલના ભાવમાં થયેલો ઉછાળો, ઊર્જા, વિદેશી ફંડ, તથા રાજકોષિય ખાધ ગ્રોથ ઘટવા પાછળનું મુખ્ય કારણ છે.
વૈશ્વિક માર્કેટમાં અનિશ્ચિતતા
ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાનું માહોલ છે. ગોલ્ડમેનને હવે આશા છે કે હોર્મુઝ સ્ટ્રેટ મારફતે થતી સપ્લાયમાં લગભગ સંપૂર્ણ અવરોધ એપ્રિલના મધ્ય સુધી ચાલું રહેશે અને ત્યારબાદ આવતા 30 દિવસોમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. આ દરમિયાન બ્રેન્ટ ક્રૂડની સરેરાશ કિંમત માર્ચમાં 105 ડોલર અને એપ્રિલમાં 115 ડોલર રહેશે. ત્યારબાદ વર્ષના ચોથા ત્રિમાસિકમાં તે ઘટીને 80 ડોલર પ્રતિ બેરલ થઈ જશે. ગોલ્ડમેને મોંઘવારીને લઈને પણ અનુમાન કર્યું હતું. આવનારા દિવસોમાં મોંઘવારી વધી શકે છે.
મોંઘવારીની અસર સામાન્ય માણસ પર થઈ શકે છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થતા ઓટોમોબાઈલથી લઈને લોજિસ્ટિક કંપનીઓના નફા પર અસર થઈ શકે છે. બેંકના વિશ્લેષકોને હવે અપેક્ષા છે કે ભારતમાં મોંઘવારી 2026માં વધીને 4.6 ટકા સુધી પહોંચી જશે, જ્યારે પહેલા તેનો અંદાજ 3.9 ટકા હતો. જોકે આ હજી પણ ભારતીય રિઝર્વ બેંક (RBI)ની સ્વીકાર્ય મર્યાદામાં જ રહેશે. તેમ છતાં ગોલ્ડમેનને આશા છે કે ભારતીય ચલણ પર પડતા દબાણને પહોંચી વળવા માટે પોલિસી રેપો દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવી શકે છે.