Mon Oct 05 2026

Logo

ગુજરાતમાં વંદે માતરમ વિવાદ બાદ MLA ઇમરાન ખેડાવાલાએ કહ્યું ભાજપ પાસેથી દેશભક્તિનું પ્રમાણપત્ર નથી જોઇતું

2026-09-09 18:39:30
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં વંદે માતરમ વિવાદ બાદ MLA ઇમરાન ખેડાવાલાએ કહ્યું ભાજપ પાસેથી દેશભક્તિનું પ્રમાણપત્ર નથી જોઇતું

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આજથી શરૂ થયું છે. જેમાં આજે વિધાનસભામાં 'વંદે માતરમ' ગાન વખતે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બેસી ગયા હતા. તેની બાદ ભાજપે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

ગાન દરમિયાન  બેસવાનો  નિર્ણય વ્યક્તિગત હતો 

જોકે, આ અંગે મીડિયા સાથે વાતચીત કરતાં ધારાસભ્ય  ઈમરાન  
ખેડાવાલાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રગીત શરૂ થયું ત્યારે તેઓ ઉભા હતા અને 1937 થી ગવાયેલા શબ્દોનું સન્માન કરે છે. પરંતુ નવી જોડાયેલી પંક્તિઓ શરૂ થઇ ત્યારે બેસવાનો તેમનો નિર્ણય વ્યક્તિગત હતો.

બંધારણ પ્રત્યે  પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ અલગ અલગ વિચારધારા ધરાવે છે. તેઓ કોંગ્રેસની વિચારધારા સાથે સુસંગત છે. તેમણે સરદાર પટેલ, મહાત્મા ગાંધી અને રવીન્દ્રનાથ ટાગોર જેવા વ્યક્તિઓ જે બંધારણ સાથે સંકળાયેલા હતા તે જ બંધારણ પ્રત્યે  પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. 

ભાજપ પાસેથી  દેશભક્તિનું પ્રમાણપત્ર નથી જોઇતું

તેમણે  ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ભાજપ પાસેથી મારે   દેશભક્તિનું પ્રમાણપત્ર નથી જોઇતું. તેમણે ટિપ્પણી કરી હતી કે વિધાનસભામાં અન્ય ધારાસભ્યો ભલે  વંદે માતરમ ગાન વખતે બેઠા ન હોય પરંતુ બેસવાનો તેમનો  વ્યક્તિગત નિર્ણય હતો.