Fri Aug 14 2026

Logo

ચેટજીપીટી: બેઝિક જાણતા હશો તો કામ અટકશે નહીં...

2026-08-02 10:44:00
Author: Viral Rathod
Article Image

 

 

 

ટૅક વ્યૂહ - વિરલ રાઠોડ

 

  ChatGPT -  આ ચેટબોટથી હવે મોટાભાગના લોકો પરિચિત થઈ રહ્યા છે. ખાસ કરીને યુવાનો, પણ તેના ઉપયોગ અંગે હજુ ટેક્નોલોજીના ક્ષેત્ર સિવાયના લોકોને એટલો ખ્યાલ નથી. એ વાત તો ફિક્સ છે કે, જે પહેલા સર્ચ કરવું પડતું એના બદલે હવે એક નાનકડા સવાલથી ચેટજીપીટી તમામ જવાબ આપી દે છે. ઓપન એઆઈની પ્રોડક્ટ એવી ચેટજીપીટીએ પોતાની એપ કે વેબસાઈટ પર પહેલા જ એવું લખી દીધુ છે કે, ચેટજીપીટી પણ ભૂલ કરી શકે છે. પરિણામને એકવાર ચકાસ્યા બાદ જ ઉપયોગમાં લેવા. વાત સાચી છે પણ મોટાભાગના કેસમાં ચેટબોટ ખોટું પડ્યું નથી.  ભાગ્યે જ એવો કોઈ કિસ્સો હશે જેમાં પરિણામમાં મિસમેચ થયું હશે. એક વાત એવી પણ છે જ્યાં એકથી વધારે પરિણામ સંકળાયેલા હશે ત્યા ચેટજીપીટી પણ ભૂલ કરશે , જેમ કે, બનાના કેપિટલ ઓફ ઈન્ડિયા મહારાષ્ટ્રમાં પણ છે અને કેરળમાં પણ છે. આવા જવાબમાં તે સૌથી વધારે સર્ચ થયેલું હશે એનો જવાબ આપશે.

 

ભાષા નક્કી કરો...

 

 બોટ સાથે વાતચીત કરવા કરતા કેટલાક એવા કામ છે જેમાં બેઝિક ફાવી જાય તો કામ ઘણા આસાન થઈ જાય છે. સૌથી પહેલા તો એ નક્કી કરો કે આની એપ્લિકેશન યુઝ કરવી છે કે વેબસાઈટ, કારણ કે, વેબસાઈટમાંથી એકથી વધારે પેજ પર કામ થઈ શકે છે. જ્યારે એપ્લિકેશનમાં એક જ પ્રિવ્યૂ જોવા મળશે. આટલું નક્કી કર્યા પછી બીજાં પગથિયે જઈએ. 

 

અહીંયા હવે એ નક્કી કરો કે, જે જવાબ જોઈએ છે એ કઈ ભાષામાં જોઈએ છે. મોટાભાગના કેસમાં ડિફોલ્ટ ભાષા તરીકે તે અંગ્રેજીમાં જવાબ આપે છે. પણ હિન્દી, ગુજરાતી, બંગાળી, ઉડિયા જેવી ભાષા સેટ કરી શકાય છે. મર્યાદા એટલી જ છે કે, જે વેબસાઈટ પર સર્ચ થયેલું હશે, રીસર્ચ થયેલું હશે એના જ પરિણામ આપશે. જ્યારે અંગ્રેજીમાં દુનિયાભરની માહિતી ખૂણે-ખાચરેથી પણ શોધી લાવશે. આટલી વાત સ્પષ્ટ થયા બાદ હવે ડાયરેકટ એના યુઝ પર જઈએ. 

 

જો ચેટજીપીટી પરથી કોઈ ઈમેજ, ફોટો કે ઈન્ફોગ્રાફિક્સ તૈયાર કરવું હશે તો એ છ કે સાતથી વધારે ઈમેજ જનરેટ નહીં કરે. એટલે ઈમેજ તૈયાર કરવામાં સાવધાની રાખવી પડશે.

 

રોલ નક્કી કરી દો...

 

 જ્યારે આપણા પરિવારજનો કે ખુદના ફોટા પર કંઈક કરતા હોઈએ કે અપલોડ કરેલા હોય તો ડોન્ટ શેર આટલું લખી દેવાથી તે ફોટાને જે તે ઈમેઈલ સિવાય કોઈને શેર નહીં કરે. આ થઈ પ્રથમ સોપાનમાં સુરક્ષાની વાત, જે ભાષામાં જવાબ જોઈએ છે એમાં પહેલા એક જ વાક્ય લખી દેવાનું રહેશે. રીપ્લાય ઈન...પછી જે ભાષા જોઈએ એ. દા.ત. રીપ્લાય ઈન ગુજરાતી. આ લાઈન જ અંગ્રેજીમાં લખવી પડશે. આ પછી દરેક સંવાદનો જવાબ તે ગુજરાતીમાં જ આપશે. જ્યાં સુધી ભાષા બદલવાની સૂચના નહીં આપો. આટલી વાત પછી એક રોલ નક્કી કરી દો. જેમ કે, એઝ એ જિયોગ્રાફિક્સ એક્સપર્ટ, એઝ એ ગ્રાફિક્સ ડિઝાઈનર, એઝ એ ટ્રાંસલેટર, એઝ એ જિયોગ્રાફિક્સ એક્સપર્ટ, આવું અંગ્રેજી-પ્રાદેશિક ભાષા કોઈ પણ ભાષામાં લખી શકાશે. તેના જવાબમાં તે કોઈ ભૂલ કર્યા વગર જે પરિણામની અપેક્ષા છે એ આપશે. આ એક ટેક્સ્ટ મીડિયમ છે. એટલે જેટલી ઈનપુટની ભાષા સરળ, સ્પષ્ટ અને ક્લિયર એટલું જ પરિણામ દમદાર આપશે. 

 

આટલું કર્યા બાદ એને ફોર્મેટ આપી દો. પેરેગ્રાફ, પોઈન્ટ ટુ પોઈન્ટ, પહેલા હિસ્ટ્રી પછી કરંટ. અત્યાર સુધી આપણે ગૂગલમાં કિવર્ડ લખીને સર્ચ કરતા. અહીંયા સર્ચ કરવાની શૈલી થોડી જુદી છે. અહીંયા સવાલને લાંબો કરવાનો પ્રયાસ કરવાનો છે.

 

 સિક્યોરિટી સેટ કરો...

 

 ચેટજીપીટીને જે ઈનપુટ આપવામાં આવે છે એને ટેકનિકલ ભાષામાં પ્રોમ્પટ કહેવાય છે. એટલે આ પ્રોમ્પટ આપવા માટેની પણ ફિક્સ ફોર્મેટ છે. અત્યાર સુધી જે સમજ્યા એનું આખું ફોર્મેટ આવું કંઈક થાય. ઈન ગુજરાતી, એઝ એ ટ્રાંસલેટર, વીથ હિસ્ટ્રી, પછી જે અંગ્રેજી ફકરો કે લિંકમાંથી ટ્રાંસલેટ કરવું છે એ. આટલું કર્યા બાદ જે જવાબ આવશે એ ગુજરાતીમાં આવશે. આ બોરિંગ લાગતું હોય તો વોઈસ મેસેજ કરી દો અથવા ટૂંકમાં લખી દો કે, આનું ગુજરાતી કરો. એટલે એ પણ કરી દેશે. પણ આનાથી ફોર્મેટ ગોઠવવા માટે મહેનત કરવી પડશે. 

 

હવે વાત કરીએ ઈમેજ સેક્શનની. કોઈ પણ ઈમેજ એઆઈના કોઈપણ બોટ પર મૂકો છો ત્યારે એ ઓટોમેટિક સેવ થઈ જાય છે. આનો ઉપયોગ બીજે ન થાય એ માટે એને ડોન્ટ શેર કહી દો. બેટની ઈનબિલ્ટ મેમરી તેને સેવ કરી રાખશે. આ પછી ફોટોમાં જે ઈફેક્ટ આપવી છે એને લખી દો, જેમ કે બેગ્રાઉન્ડમાં વાદળા મૂકો, આગળ થોડા ફૂલ મૂકો, બોર્ડર વ્હાઈટ કરી દો. આ પછી જુઓ કમાલ. ઈમેજ જે તૈયાર થઈને આવશે એ મસ્ત હશે.     

 

આઉટ ઓફ બોક્સ

 

કોઈ પણ AI ટુલ્સના બેઝિક જાણવા માટે એ ટુલ્સનું નામ યુટ્યૂબમાં સર્ચ કરો, એ ટુલ્સની મર્યાદા અને ઈનપુટનો ખ્યાલ આવી જશે. અન્યથા તે ટુલ્સ ડેટા ખાઈ જશે.