Fri Apr 17 2026

Logo

યુદ્ધ દરમિયાન માર્કેટ ક્રેશ છતા કેવી રીતે બની શકાય માલામાલ, રોબર્ટ કિયોસાકીની ટિપ્સ વાઇરલ

2026-03-30 16:08:00
Author: chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સતત ચાલી રહ્યું છે. તેમજ ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પરકબજો જાળવી રખાતા ક્રૂડ ઓઇલ અને ગેસની કટોકટી પણ સર્જાઇ  રહી છે. ત્યારે આ સ્થિતીમાં શેરબજારના રોકાણકારોએ કેવી વ્યુહરચના અપનાવી જોઇએ. આ  અંગે રિચ ડેડ પુઅર ડેડ ના લેખક રોબર્ટ કિયોસાકીએ એકસ પર પોસ્ટ કરીને માર્કેટ ક્રેશ દરમિયાન પણ ધનવાન બનવાની ટિપ્સ જણાવી છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે.  

રોબર્ટ કિયોસાકીએ  રોકાણકારોને ટિપ્સ આપી

આ પોસ્ટમાં રોબર્ટ કિયોસાકીએ  રોકાણકારોને ટિપ્સ આપી છે. તેમણે કહ્યું હાલ યુદ્ધના માહોલમાં પણ તમે સારો નફો કમાવવા માંગો છો  તો તમારે ભવિષ્યમાં જોવું જોઈએ. તેમજ હાલમાં બે ચોક્કસ કારણોસર આમ કરવું નોંધપાત્ર રીતે સરળ બન્યું છે. જેમાં હાલ  રાષ્ટ્રીય દેવું અનિશ્ચિત સમય માટે વધતું રહેશે. કારણ કે સરકારો ફક્ત "નકલી નાણાં" છાપવાનું ચાલુ રાખશે. આનો અર્થ એ છે કે ફુગાવો તેના મહત્તમ સ્તર પર હશે  અને જેઓ બચત કરવાનું અને અમેરિકન  ડોલર રાખવાનું પસંદ કરે છે તેઓ નાણાકીય નુકસાન ભોગવશે.જ્યારે બીજી તરફ ઇરાન અમેરિકા યુદ્ધ ચાલુ જ રહેશે. જેના લીધે માત્ર ક્રૂડ ઓઇલના ભાવ જ નહિ વધે પરંતુ નોંધપાત્ર રીતે ફુગાવો પણ વઘશે. 

સારા વળતર માટે લાંબા ગાળાના રોકાણની હિમાયત કરી

રોબર્ટ કિયોસાકીએ સારા વળતર માટે લાંબા ગાળાના રોકાણની હિમાયત કરી છે.  જેની માટે લાંબા ગાળાના   સ્ટોક્સ, બોન્ડ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને ETF માં રોકાણ કરવું હિતાવહ છે. આ ઉપરાંત પોર્ટફોલિયોમાં અલગ અલગ શેર  સામેલ કરવા જોઇએ. આ ઉપરાંત યુએસ બોન્ડ સુરક્ષિત હોવાનું સૌથી મોટું જૂઠાણું  છે. તેમણે જણાવ્યું હતું કે આ વૈશ્વિક કટોકટી  વચ્ચે ફક્ત તમારું નાણાકીય શિસ્ત જ તમને સુરક્ષિત રાખી શકે છે. 

સોનું, ચાંદી, ક્રૂડ, બિટકોઇન અને ઇથેરિયમ સૌથી સલામત રોકાણ

રોબર્ટ કિયોસાકીએ ફુગાવો અને માર્કેટ  ક્રેશ અંગે ચેતવણી આપતા  લખ્યું  છે કે, સોનું, ચાંદી, ક્રૂડ, બિટકોઇન અને ઇથેરિયમ મારા મતે વર્ષ  2026 માટે સૌથી સલામત રોકાણ છે. જો કે, તેમણે એક ચેતવણી પણ ઉચ્ચારી છે તેથી  વાસ્તવિક મૂલ્યની કાળજી રાખવી જરૂરી છે. રોબર્ટ કિયોસાકીની પોસ્ટ  ઝડપથી વાયરલ થઇ રહી છે.